By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઇઝરાયેલના સહકારથી DRDOએ બનાવી મિસાઇલ, MRSAM Missile ધરતીથી હવામાં છોડી શકાશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઇઝરાયેલના સહકારથી DRDOએ બનાવી મિસાઇલ, MRSAM Missile ધરતીથી હવામાં છોડી શકાશે
GeneralNational

ઇઝરાયેલના સહકારથી DRDOએ બનાવી મિસાઇલ, MRSAM Missile ધરતીથી હવામાં છોડી શકાશે

HM News
Last updated: 24/12/2020 5:35 AM
HM News
5 years ago
Share
SHARE

– આંખના પલકારામાં ટાર્ગેટને હિટ કરશે

નવી દિલ્હી તા.24 : DRDOએ ઇઝરાયેલના સહકારથી MRSAM Missile બનાવી છે જેની ટ્રાયલ બુધવારે સફળતાથી કરવામાં આવી હતી.આ મિસાઇલ 70 કિલોમીટરના વ્યાપમાં આવતા કોઇ પણ ટાર્ગેટને હિટ કરી શકે છે.

આવા ટાર્ગેટમાં મિસાઇલ,ફાઇટર વિમાન,ડ્રોન,હેલિકોપ્ટર,નિરીક્ષક વિમાન વગેરેને હિટ કરી શકે એવી ક્ષમતા આ મિસાઇલની છે.ડીઆરડીઓએ ઇઝરાયેલ એરોસ્પેશ ઇન્ડસ્ટ્રીઝ સાથે સહકાર કરીને આ મિસાઇલ બનાવી હતી

બુધવારે પરોઢિયે 3.52 વાગ્યે ઓરિસાના ચાંદીપુરના એલસી-થ્રી પરથી આ મિસાઇલની પરીક્ષા કરવામાં આવી હતી.આ મિસાઇલ પોતાની ધરી પર 360 ડિગ્રી ફરીને એક સાથે એક કરતાં વધુ ટાર્ગેટ પર ત્રાટકી શકે છે.આંખના પલકારામાં એ પોતાના ટાર્ગેટને ઠાર કરી શકે છે.

આ મિસાઇલનો ટેસ્ટ કરવા પહેલાં એક માનવ રહિત યાન બંસીને હવામાં ઊડાડવામાં આવ્યું હતું.એને MRSAM Missileએ ટક્કર મારી હતી. MRSAM Missileનું સર્જન ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વાર કરવામાં આવ્યું હતું.એકવાર ભારતીય લશ્કર સાથે આ મિસાઇલ જોડાયા પછી એ લશ્કરની મારકક્ષણતા વધારશે એવી જાણકારી આપવામાં આવી હતી.

એક લશ્કરી પ્રવક્તાએ આપેલી માહિતી મુજબ ટેસ્ટ કરવા પહેલાં બાલાસોર જિલ્લા વહીવટી તંત્રની મદદથી 8,000 લોકોને કામચલાઉ ધોરણેં સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

દેશમાં કોરોનાનો હાહાકાર, 24 કલાકમાં વધુ 1.68 લાખ લોકો સંક્રમિત
પાકિસ્તાનની નાપાક હરકત, ફેલાવ્યા પ્રોપાગેન્ડા : કેચ છોડતા અર્શદીપને ગણાવ્યો ખાલિસ્તાની
રાજકારણનો ચસ્કો : UPA સરકારના ભ્રષ્ટાચારી નેતાઓનું જીવવુ હરામ કરનારા EDના અધિકારી હવે ભાજપમાં જોડાશે
વેસ્ટર્ન અને સેન્ટ્રલનાં ચાર-ચાર સ્ટેશનની ૫૩૪ કરોડ રૂપિયાના ખર્ચે થશે કાયાપલટ
વિશ્વમાં કોરોનાના કહેર વચ્ચે દક્ષિણ ચીન સાગરમાં ચીન અને અમેરિકા આમને સામને
Share This Article
Facebook Email Print
Previous Article અમેરિકામાં ૯૦૦ અબજ ડોલરના સ્ટીમ્યુલસને કારણે ભારતીય શેરબજારનો પોઝિટિવ ટ્રેન્ડ…!!
Next Article અમિત શાહને જમાડનારા બાઉલ ગાયકે પલટી મારી, મને ગૃહ પ્રધાને કોઇ મદદ ન કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up