આખી દુનિયાને ચપેટમાં લઈ લેનારો કોરોના વાયરસની સ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે. ઇટલીમાં છેલ્લા 24 કલાકમાં 627 લોકોના મોતની ખબર આવી રહી છે. WHOના રિપોર્ટ મુજબ 20 માર્ચના રોજ કુલ 1061 લોકોના દુનિયાભરમાં આ વાયરસના કારણે મોત થયા હતા. 20 માર્ચના રોજ દુનિયાભરમાં 24247 લોકોને આ વાયરસનું સંક્રમણ લાગ્યાનો રિપોર્ટ છે. અત્યારસુધીમાં 234073 લોકો આ વાયરસથી સંક્રમિત છે. દુનિયાભરમાં આ વાયરસને કારણે અત્યારસુધીમાં 9840 મોત થયા છે.
ભારતની વાત કરીએ તો 21 માર્ચ બપોરે 1 વાગ્યાના રિપોર્ટ મુજબ 285 લોકો કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. WHOના રિપોર્ટ મુજબ 20 માર્ચ સુધીમાં ચીનમાં 81300 લોકો હજુ આ વાયરસથી સંક્રમિત છે અને મૃતકોનો આંકડો ચીનમાં 3253 પર પહોંચી ગયો છે.કોરિયામાં 8652 લોકો આ વાયરસથી સંક્રમિત છે. જાપાનમાં 950 લોકો આ વાયરસથી સંક્રમિત છે. ઇટલીની વાત કરીએ તો 41035 લોકો આ વાયરસથી સંક્રમિત થઇ ગયા છે અને અત્યારસુધીમાં ઇટલીમાં 3407 લોકોના મોત થયા છે. સ્પેનમાં 17147 લોકો આ વાયરસથી સંક્રમિત છે અને 567 લોકોના મોત થયા છે. ઇરાનની વાત કરીએ તો 18407 લોકો આ વાયરસથી ત્યાં અત્યારે સંક્રમિત છે અને 1284 લોકોના અત્યારસુધીમાં ઇરાનમાં મોત થયા છે. 20 માર્ચના રિપોર્ટ મુજબ જર્મનીમાં 10999, ફ્રાન્સમાં 10877, સ્વિટ્ઝર્લેન્ડમાં 3863, UKમા 3277, નેધરલેન્ડમાં 2460, મલેશિયામાં 900, ઓસ્ટ્રેલિયામાં 709, થાઇલેન્ડમાં 322, અમેરિકામાં 10442 લોકો આ વાયરસથી સંક્રમિત છે.