By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઇડીના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર સચિન સાવંતના ઘરે જ ઇડીના દરોડા : અનેક દસ્તાવેજ જપ્ત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઇડીના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર સચિન સાવંતના ઘરે જ ઇડીના દરોડા : અનેક દસ્તાવેજ જપ્ત
GeneralNational

ઇડીના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર સચિન સાવંતના ઘરે જ ઇડીના દરોડા : અનેક દસ્તાવેજ જપ્ત

HM News
Last updated: 29/06/2023 11:25 AM
HM News
2 years ago
Share
SHARE

– 2008ની બેચના આઇઆરએસ અધિકારી સચિન સાવંતની ધરપકડ
– તેઓ હાલમાં લખનઉમાં કસ્ટમ અને જીએસટી વિભાગમાં કાર્યરત : તેઓ 2018થી 2019ની વચ્ચે મુંબઇની ઇડી ઓફિસમાં ડેપ્યુટી ડાયરેક્ટર હતાં
– આવકથી વધુ સંપત્તિના કેસમાં સીબીઆઇએ 2022માં એફઆઇઆર કરી હતી : ડાયમંડ કંપનીની 500 કરોડની ફેરાફેરીના શંકાસ્પદોમાં નામ ઉછળ્યું હતું

નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર સચિન સાવંતના લખનઉ સ્થિત ઘરે બુધવારે દરોડા પાડયા હતાં.તેમના એપાર્ટમેન્ટમાંથી ઇડીની ટીમે અનેક દસ્તાવેજ,બેંક ખાતાથી સંકળાયેલ વિગત અને ઇલેક્ટ્રોનિક ડિવાઇઝ જપ્ત કરવામાં આવ્યા છે.ઇડીની ટીમ સાવંતની ધરપકડ કરી તેમને મુંબઇ લઇ ગયા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.આઇઆરએસ અધિકારી સચિન સાવંત હાલમાં લખનઉમાં જ તૈનાત છે.તે કસ્ટમ અને જીએસટી વિભાગમાં કાર્યરત છે.સાવંત ઘણા સમયથી ઇડીની રડારમાં હતાં.જ્યારે મુંબઇમાં ઇડીમાં હતાં ત્યારે ડાયમંડ કંપનીની ૫૦૦ કરોડ રૂપિયાની હેરાફેરીમાં શંકાસ્પદ તરીકે તેમનું નામ સપાટી પર આવ્યું હતું.સાવંતની વિરુદ્ધ ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદો થઇ હતી.આ જ સંદર્ભમાં ઇડીની ટીમ મુંબઇથી લખનઉ પહોંચી હતી.ઇડીની ટીમે શાલીમાર વન વર્લ્ડ સ્થિત સાવંતના ઘરે દરોડા પાડયા હતાં.મોડી રાત સુધી ચાલેલી તપાસમાં ઇડીની ટીમે અનેક દસ્તાવેજ પોતાના કબજામાં લીધા હતાં.આ સાથે જ બેંક સાથે સંકળાયેલી વિગતો પણ જપ્ત કરવામાં આવી હતી.ઇડી સાવંતના ઘરેથી જપ્ત કરેલ તમામ વસ્તુઓ પોતાની સાથે લઇ ગઇ હતી.ઇડીની ટીમ સાવંતની ધરપકડ કરી મુંબઇ માટે રવાના થઇ ગઇ હતી.ઇડીની ટીમ તેમના મુંબઇ સ્થિત રહેઠાણમાં પણ દરોડા પાડયા હતાં.તેઓ ૨૦૦૮ની બેન્ચના આઇઆરએસ અધિકારી છે.તેઓ કસ્ટમ્સ અને જીએસટીમાં એડિશનલ કમિશનર તરીકે કાર્યરત છે.આવકથી વધુ સંપત્તિના કેસ સાથે સંકળાયેલ મની લોન્ડરિંગની તપાસમાં ઇડીએ તેમના ઘરે દરોડા પાડયા હતાં.તેમની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ધરપકડ કરવામાં આવી છે.તેઓ ૨૦૧૮ અને ૨૦૧૯ની વચ્ચે ઇડીની મુંબઇ ઓફિસમાં હતાં.અયોગ્ય સંપત્તિ રાખવા બદલ સીબાીઆઇએ જૂન, ૨૦૨૨માં એફઆઇઆર દાખલ કરી હતી.

ફ્લાઇટમાં વધુ એક હંગામો : મહિલા પ્રવાસીએ અચાનક ઉતાર્યા કપડાં, પછી…
ફ્રાન્સમાં પબ્લિક હેલ્થ ઇમર્જન્સી જાહેરઃ ૨૪ કલાકમાં ૨૨ હજાર કેસ
અમદાવાદમાં આઇપીએલ-૨૦૨૨ની ફાઇનલનું આયોજન થશે
બૉલીવુડ સિંગર કનિકા કપૂરનો પાંચમો રિપોર્ટ આવ્યો નોર્મલ
સુરતમાં AAPના ઈટાલિયા સહિત 16 અને મારી નાખવાના છે કહી માર મારવા બાબતે 7 અજાણ્યા સામે રાયોટિંગનો ગુનો
Share This Article
Facebook Email Print
Previous Article CBIના એડી. ડિરેક્ટરના મહત્વના સ્થાને ગુજરાત કેડરના મનોજ શશિધરને બઢતી
Next Article મહારાષ્ટ્ર સ્થિત સેથાર લિમિટેડ સ્ટીલ કંપનીમાં દરોડા દરમ્યાન ઇડીએ 517 કરોડની સંપત્તિ જપ્ત કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up