By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઇતિહાસનું સૌથી મોટું પોન્ઝી સ્કેમ કરનારા બર્ની મેડોફનું 82 વર્ષે જેલમાં અવસાન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઇતિહાસનું સૌથી મોટું પોન્ઝી સ્કેમ કરનારા બર્ની મેડોફનું 82 વર્ષે જેલમાં અવસાન
GeneralInternational

ઇતિહાસનું સૌથી મોટું પોન્ઝી સ્કેમ કરનારા બર્ની મેડોફનું 82 વર્ષે જેલમાં અવસાન

HM News
Last updated: 15/04/2021 2:02 AM
HM News
4 years ago
Share
SHARE

– 136 દેશોમાં 37 હજાર રોકાણકારોને 64 અબજ ડૉલરનો ધૂંબો માર્યો હતો

– ચાર દાયકા સુધી કૌભાંડ ચલાવવા બદલ બર્નીને 150 વર્ષની સજા થઈ હતી : હોલિવૂડ ડિરેક્ટર સ્પિલબર્ગ સહિત અનેક સેલિબ્રિટિ પણ ફસાયા હતા

ન્યૂ યોર્ક : જગતના ઈતિહાસનું સૌથી મોટું પોન્ઝી સ્કેમ કરનારા અમેરિકી અપરાધી બર્ની મેડોફનું અમેરિકી જેલમાં ૮૨ વર્ષે અવસાન થયું છે.જેલ અધિકારીઓએ જણાવ્યુ હતુ કે બુધવારે બર્નીનું મોત કુદરતી રીતે જ થયું હતું.બર્નીએ કૌભાંડની શરૂઆત કરી ત્યારે તેઓ અમેરિકી શેરબજાર નાસ્ડાકના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન હતા.રોકાણકારોને શિશામાં ઉતારી નાણા મેળવવાની તેમને ફાવટ આવી ગઈ હતી.

૨૦૦૮માં મેડોફનું કૌભાંડ સામે આવતા તેની ધરપકડ થઈ હતી.તપાસ કરતાં ખબર પડી હતી કે રોકાણના નામે ૧૩૭ દેશોમાં તેણે ૩૭૦૦૦થી વધારે નાગરિકોને નવડાવ્યા હતા.તેના કૌભાંડની કુલ રકમ ૬૪.૮ અબજ ડૉલર થઈ હતી.અમેરિકી ન્યાયત્રંતએ કેસની ગંભીરતા જોઈને ૧૫૦ વર્ષની સજા ફટકારી હતી.સજા કાપતાં જ જેલમાં તેનું મૃત્યુ થયુ હતુ.તેની છેતરપિંડીનો ભોગ બનનારાઓમાં હોલિવૂડ ડિરેક્ટર સ્ટિવન સ્પિલબર્ગ,નોબેલ વિજેતા એલિ વાઈઝ વગેરે સેલિબ્રિટીનો પણ સમાવેશ થતો હતો.

જેના નાણા ડૂબ્યા હતા તેમાંથી ઘણાએ આત્મહત્યા કરવી પડી હતી.બર્નીના એક દીકરા માર્કે આત્મહત્યા કરી લીધી હતી જ્યારે બીજા એન્ડ્રયુનું મોત બિમારીથી થયું હતું. એન્ડ્રયુની બાતમીથી જ પોલીસ તેના પિતાના કૌભાંડ સુધી પહોંચી શકી હતી.બર્નીની પત્ની રૂથ પણ આ કૌભાંડની સજા ભોગવી રહી છે.બર્નીના ભાઈ પિટરને પણ આઠ વર્ષની સજા થઈ હતી.

આ કૌભાંડ બહાર આવ્યા પછી અમેરિકી સરકારે ભવિષ્યમાં આવા કૌભાંડો ન થાય એ માટે નવા નિયમો બનાવવા પડયા હતા.

પોન્ઝી સ્કેમ શું છે?

પોન્ઝી સ્કીમમાં રોકાણકારોને નાની રકમ રોકવા સામે આકર્ષક વળતર અપાય છે. રોકાણકારોને એવુ કહેવામાં આવે છે કે અમુક પ્રોડક્ટના વેચાણથી આ વળતર મળે છે. સામાન્ય રોકાણ કરતા આવી સ્કીમમાં ચાર-પાંચ ગણુ વધારે વળતર અપાતું હોય છે. એટલે રોકારણકારો ધીમે ધીમે રોકાણ વધારતા જાય છે.તેમને વળતર નવા રોકાણકારો દ્વારા આવતી રકમમાંથી અપાય છે.નવા રોકાણકારો મળતા બંધ થાય ત્યારે વિષચક્ર અટકે છે અને છેવટે એક પછી એક રોકાણકારોના નાણા ડૂબે છે.

અમૃતસર એરપોર્ટ પર ખાલિસ્તાની સમર્થક અમૃતપાલની પત્નીની અટકાયત કરાઇ
જામનગર મહિલા કોંગ્રેસનો મોંઘવારી મુદ્દે નવતર વિરોધ, ચૂલામાં પગ બાળી કર્યો વિરોધ
દેશ ફરકાવી રહ્યો છે તિરંગા ત્યારે યુપીના એક ઘર પર ફરકાવાયો પાકિસ્તાનનો ઝંડો : સ્થાનિકોમાં આક્રોશ
મુંબઈ હુમલાનુ પ્લાનિંગ કરનાર તહવ્વુર રાણાને અમેરિકાની સરકાર ભારતને સોંપી દેશે?
સુશાંત સિંહની ‘ટીમ સાથ’ની પાછળ ‘લિબરલ્સ’, ઇસ્લામવાદી માફીવાદીઓના રોદણાં શરૂ, ટ્વિટર એકાઉન્ટનું સસ્પેન્શન રદ્દ કરવાની માંગ
Share This Article
Facebook Email Print
Previous Article બારડોલીમાં સ્વૈચ્છિક લોકડાઉન : 5 દિવસ લોકોને ધંધા રોજગાર બંધ રાખવા અપીલ
Next Article ઈન્ક્મટેક્સ દ્વારા માર્ચમાં પુરા થયેલા નાણાંકીય વર્ષમાં રૂા.10 લાખથી વધુના વ્યવહારોની માહિતી મંગાઇ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up