કોરોના વાયરસ મહામારીના કારણે સરકારે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ માટે વધુ સમય આપ્યો છે.નાણાકીય વર્ષ 2019-20 માટે ITR ફાઇલિંગ માટે સમયસીમા 30 નવેમ્બર 2020 સુધી વધારી દેવામાં આવી છે.ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે શનિવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે,વર્તમાન સમયને સમજતા અને ધ્યાનમાં લેતા અમે ફરી એકવાર ડેડલાઇન વધારી દીધી છે.ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ITR ફાઇલિંગની સમયસીમાને 30 નવેમ્બર સુધી વધારી દીધી છે. આશા છે કે તેનાથી ટેક્સપેયર્સને વધુ સારી પ્લાનિંગમાં મદદ મળશે.
Covid-19 સંકટની વચ્ચે કરદાકાઓને રાહત આપતા આયકર વિભાગે ગુરુવારે નાણકિય વર્ષ 2019-20 માટે ટેક્સ બચત રોકાણ/ચૂકવણીની સમયમર્યાદાને વધારીને 31 જુલાઈ કરી દીધી છે.નાણાકિય વર્ષ 2021-20 (અસેસમેંટ વર્ષ 2020-21) માટે પર્સનલ ઈનકમ ટેક્સ રિટર્ન અને અન્ય રિટર્નની સમયમર્યાદા 31 જુલાઈથી વધારીને 30 નવેમ્બર સુધી કરી દેવામાં આવી છે.
નાણાકિય વર્ષ 2019-20 માટે પણ ITR ની તારીખ વધી
નાણાકિય વર્ષ 2019-20માટે ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની તારીખ વધારીને 30 નવેમ્બર 2020 સુધી કરી દેવામાં આવી છે. તેનો મતલબ છે કે,31 જુલાઈ અને 31 ઓક્ટોબર સુધી ફાઈલ કરવાનુ હતુ,તેને હવે 30 નવેમ્બર સુધી ફાઈલ કરવામાં આવ્યુ છે.
31 માર્ચ 2021 સુધી કરાવો પાન-આધાર લિંક
પાન-આધાર લિંક કરવાની તારીથને પણ વધારીને 31 માર્ચ 2021 કરી દેવામાં આવી છે. વર્તમાનમાં તેની સમયમર્યાદા 30 જૂનના રોજ ખતમ થઈ રહી છે. જો પાન-આધાર સમય પહેલા લિંક નહી કરવામાં આવે તો, પાન કાર્ડને બેકાર માનવામાં આવશે.
ફોર્મ 16 જાહેર કરવાની તારીખ પણ વધી
ઈનકમ ટેક્સ તરફથી ટીડીએસ કાપવાનુ સર્ટિફિકેટ એટલે ફોર્મ 16 અને 16A જાહેર કરવાની છેલ્લી તારીખેને પણ વધારીને 15 ઓગષ્ટ 2020 કરી દેવામાં આવી છે.
સેલ્ફ અસેસમેંટની તારીખ પણ વધી
નાના અને મધ્યમ ટેક્સપેયર્સને રાહત આપતા આયકર વિભાગે 1 લાખ રૂપિયા સુધીના ટેક્સધારકોને સેલ્ફ અસેસમેંટ ટેક્સની ચૂકવણીની છેલ્લી તારીખ પણ વધારી દીધી છે.હવે નવી તારીખ 30 નવેમ્બર 2020 થઈ ગઈ છે.
નોકરીયાતો માટે ભોજન અથવા પેય પદાર્થો પર ટેક્સ છૂટની નવી યોજના
ટેક્સ એક્સપર્ટ શૈલેશ કુમારે જણાવ્યુ કે, ઈનકમ ટેક્સ વિભાગના કર્મચારીઓને કાર્યલયીન સમય દરમિયાન એક નિયોક્તા દ્વારા પ્રદાન કરવામાં આવેલ મફત ભોજન અથવા પેય પદાર્થોના કર્મચારીઓ માટે એક વ્યક્તિગત લાભ અને સત્તાવાર ઉદ્દેશ્યો માટે વ્યય માનતા નથી.તેથી સ્લેબની હેઠળ પરત લેવામાં આવેલ અન્ય ભથ્થાઓની સમાન આ પ્રકારના મફત ભોજન અથવા પેય પદાર્થો પર ટેક્સ છૂટની નવી યોજના હેઠળ પરત લઈ લેવામાં આવી છે.
ClearTax ના નિષ્ણાંતો પ્રમાણે નીચેની છૂટ પણ કર્મચારીઓ માટે ઉપલબ્ધ છે.
કાર્યાલય અથવા વ્યાવસાયિક પરિસરમાં કોઈપણ નિયોક્તા દ્વારા આપવામાં આવેલ મફત ભોજન અને આલ્કોહોલિક પીણાની લાગત.
કામના કલાકો દરમિયાન આપવામાં આવતી ચા અને સ્નેક્સ
દૂરના વિસ્તારમાં કામ કરવા માટે કામના કલાકો દરમિયાન મફત ખોરાક અને આલ્કોહોલિક પીણા આપવામાં આવે છે.
જૂના ટેક્સ નિયમ પ્રમાણે છે આ નિયમ
તમે ચા,કોફી અથવા જમવા પર ખર્ચ જરૂર કરતા હોય છે.તમે નિયોક્તા,તમારી સેલરી પેકેજમાં વર્ષના 26,200 રૂપિયા ઓછા કરી તમારે દર મહીને 220 રૂપિયાનુ ફૂડ વાઉચર આપી શકે છે. તમે આ વાઉચરનો વપરાશ ન તો તમારી ઓફિસના જમવામાં,ચા-કોફી, બિસ્કિટ વગેરેના પેમેંટ માટે કરી શકો છો,પરંતુ બિગ બજાર અને રિલાયંસ ફ્રેશ જેવા સ્ટોર પરથી ખાણી-પીણીની વસ્તુઓ ખરીદી શકો છો.જો તમે 30 ટકા ટેક્સ સ્લેબમાં આવો છો તો,ફૂડ વાઉચરની મદદથી વર્ષમાં લગભગ 6900 રૂપિયાનો ઈનકમ ટેક્સ બચાવી શકો છો.


