By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઇન્કમટેક્ષ અધિકારી વતી ૬ લાખની લાંચ લેનારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસીબી છટકામાં
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > ઇન્કમટેક્ષ અધિકારી વતી ૬ લાખની લાંચ લેનારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસીબી છટકામાં
GeneralGujarat NowVadodara

ઇન્કમટેક્ષ અધિકારી વતી ૬ લાખની લાંચ લેનારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસીબી છટકામાં

HM News
Last updated: 06/03/2020 9:20 AM
HM News
5 years ago
Share
SHARE

વડોદરાના એક વેપારી પાસેથી નોટીસમાં સમુનમુ કરવા માટે ૧૫ ટકા લેખે લાંચની માંગણી થયેલઃ ખળભળાટ મચાવતી ઘટના : આઇટીના ઉચ્ચ અધિકારીના નામનો ઉલ્લેખઃ આઇટી ઓફીસર સામે કાયદાકીય સકંજો કસવા કેશવકુમારનું માર્ગદર્શન મગાયું

ડોદરાના એક વેપારી દ્વારા ખરીદાયેલ મિલ્કત અંગે રીટર્ન ભરેલ ન હોવા બાબતે મળેલ નોટીસ સંદર્ભે  ઇન્કમટેક્ષ અધિકારીનો સંપર્ક સાધતા તેઓએ  ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ  મુકુંદ શાહને મળી નોટીસનો જવાબ રજુ કરવા આપેલ સુચના મુજબ ફરીયાદીએ વકીલનો સંપર્ક કરતા  તેઓએ ૬ લાખની લાંચ માંગતા  ફરીયાદીની ફરીયાદ આધારે એસીબીએ  છટકુ ગોઠવી વડોદરાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મુંકુદભાઇ મનુભાઇ શાહને તેમની જ ઓફીસમાં ૬ લાખના છટકામાં ઝડપી લીધા બાદ ઇન્કમટેક્ષના એક ટોચના  અધિકારી વિરૂધ્ધ તપાસ શરૂ કરી પગલા લેવાની કાર્યવાહી કરતા જ ખળભળાટ મચી ગયો છે. ફરીયાદીની માતાએ  સને ર૦૧ર-૧૩માં  ખરીદેલી મિલ્કત બાબતે  ઇન્કમટેક્ષની  નોટીસ મળતા ઇન્કમટેક્ષના અધિકારી  રૂબરૂ સંપર્ક સાધ્યો હતો. ફરીયાદીએ સુચન મુજબ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વકીલ મુંકુદ  શાહને મળતા તેઓએ ૪૩ લાખ ૭પ હજાર ૭રપના ૧પ ટકા લેખે ૬ લાખ પ૬ હજાર ૩૦૦ આપવા પડશે તેવું જણાવેલ. ફરીયાદીએ આ રકમ ઓછી કરવા જણાવતા આરોપી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે ઇન્કમટેક્ષ અધિકારીઓને આવી રકમો આપવી પડે તેવું જણાવેલ. આરોપીએ ફરીયાદી સાથેની વાતચીત દરમિયાન ઇન્કમટેક્ષ અધિકારી  નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. આરોપીએ ૬ લાખ ઇન્કમટેક્ષ અધિકારી માટે અને પોતાની કન્સલ્ટીંગ ફી પાછળથી આપી જવા જણાવ્યાનો ફરીયાદીએ આક્ષેપ કર્યો હતો. વડોદરા  શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થતા એસીબીના મદદનીશ નિયામક જી.વી. પઢેરીયાના સુપરવીઝન હેઠળ વડોદરા પોલીસ ઇન્સ્પેકટર આર.એમ.રાઠવાએ છટકુ ગોઠવી ઇન્કમટેક્ષ અધિકારી વતી ૬ લાખની લાંચ લેતા આરોપીને  ઝડપી લીધા હતા. ઇન્કમટેક્ષ અધિકારી સામે કાર્યવાહી કરવા માટે એસીબી વડા કેશવકુમારનું માર્ગદર્શન માગવામાં આવ્યું છે. ટુંક સમયમાં જ ઇન્કમટેક્ષના  ઉચ્ચઅધિકારી સામે કાયદાકીય સિકંજો કસાય તો નવાઇ નહિં.

કોરોનાકાળમાં આ દેશના PM એ ગૂપચૂપ રીતે 23 વર્ષ નાની મંગેતર સાથે લગ્ન કરી લીધા
સુરત જીલ્લામાં વધુ 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
બંગાળમાં રાજકારણ પરાકાષ્ટા ઉપર : મમતાના સમર્થકો દ્વારા ભાજપના કાર્યકરની હત્યાનો આરોપ
PM નરેન્દ્ર મોદીને ભાઈ માનતી બલૂચિસ્તાનની એક્ટિવિસ્ટ કરીમા બલોચનું સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત
પોલીટેક્નિક કોલેજના અધ્યાપકો દ્વારા કાળા વસ્ત્રો પહેરી આંદોલન
Share This Article
Facebook Email Print
Previous Article દિગ્વિજય સિંહ જ MPના રાજકીય નાટકના સૂત્રધારઃ કોંગ્રેસી નેતાએ વટાણા વેર્યા
Next Article ભાજપની તડજોડની નીતિ હવે તેને જ ભારે પડી : કમલનાથે ભાજપના ત્રણ ‘કમળ’ ખેડવી લીધા !!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up