નવી દિલ્હી, તા.28 : સીધા કરવેરા (ઇન્કમટેક્સ) તકરાર નિવારણ યોજનાની મુદતમાં કેન્દ્ર સરકારે વધારો કર્યો છે અને હવે તે 31 ડિસેમ્બર સુધી લાગુ રહેશે.
કેન્દ્રીય સીધા બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જે અંતર્ગત વિવાદ સે વિશ્વાસ સ્કીમનો લાભ લેવા માંગતા કરદાતા હવે 31 ડિસેમ્બર સુધી સોગંદનામુ પેશ કરી શકશે અને નિયત થતી ટેક્સની રકમ 31 માર્ચ 2021 સુધીમાં ભરી શકશે.આ યોજના હેઠળ વ્યાજ તથા પેનલ્ટીમાં સંપૂર્ણ માફીની જોગવાઇ છે.
1 એપ્રિલ 2021 પછી 10 ટકા વધુ નાણાં ચુકવવા પડશે. વ્યાજ કે પેનલ્ટીની બાકી રકમનો જ વિવાદ હોય તો 25 ટકા રકમ 31 માર્ચ સુધીમાં અને 30 ટકા 1 એપ્રિલ પછી ચુકવવાની રહેશે. કોરોનાકાળને ધ્યાને રાખીને તથા કરવેરા વિવાદ ઉકેલવા કરદાતાને વધુ સમય મળે તે માટે યોજના લંબાવવામાં આવી છે.
ઇન્કમટેક્સની ‘વિવાદ સે વિશ્વાસ’ સ્કીમ 31 ડીસે. સુધી લંબાવાઇ
Leave a Comment

