કોટક મહિન્દ્રા બેંક ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંકોમાંની એક ઇન્ડસઇન્ડ બેન્ક ખરીદી શકે છે.આ ડીલ થાય છે તો કોટક મહિન્દ્રા બેંક સંપત્તિના મામલે દેશની આઠમી સૌથી મોટી બેંક બની શકે છે.ચર્ચાઓ સામે ઈન્ડસઇન્ડ બેંકની પ્રમોટર કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ (IIHL) એ આ વાતને સમર્થન આપવાનો ઇન્કાર કરી રહી છે.એક અખબારી અહેવાલ અનુસાર,કોટક મહિન્દ્રા બેંકના સહ-સ્થાપક ઉદય કોટક સંપૂર્ણ સ્ટોક મેળવવાની સંભાવના તરફ ધ્યાન આપી રહ્યા છે. હિન્દુજા પરિવાર અને ઉદય કોટક વચ્ચે પ્રારંભિક વાતચીત થઈ હતી જેમાં ડીલ બાદ ઇન્ડસઇન્ડ બેંકના સહ-સ્થાપક બેંકમાં હિસ્સો રાખી શકે છે.
અનુમાન લગાવવામાં આવ્યું છે કે આ ડીલ કોટક મહિન્દ્રાની સ્થિતિને મજબૂત બનાવશે.બેંક અસ્કયામતોમાં લગભગ 83% જેટલો વધારો થવાની સંભાવના છે.આ સિવાય ઈન્ડસઇન્ડ બેંકને પણ રાહત મળશે.નબળી એસેટ ગુણવત્તા અને ઓછી કિંમતના થાપણોને લીધે ઈન્ડસઇન્ડ બેંકે આ વર્ષે તેનું બજાર મૂલ્ય 6 બિલિયન ડોલર જેટલું ગુમાવ્યું છે.
ઈન્ડસઇન્ડ પ્રમોર્ટર્સ પાસે ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ દ્વારા હાલમાં બેંકમાં 15% કરતા ઓછી હિસ્સેદારી છે બાકીના 85% સંસ્થાકીય રોકાણકારો પાસે છે.BSE પર બેંકના શેરના ભાવ 623 રૂપિયા છે અને માર્કેટ કેપ 47,124 કરોડ રૂપિયા છે.એક વર્ષમાં ઈન્ડસઇન્ડ બેન્કનો શેર 64% તૂટ્યો છે.જૂનની શરૂઆતમાં RBIએ હિન્દુજા બ્રધર્સની ઈન્ડસઇન્ડ બેંકમાં હિસ્સો વધારવાની યોજના પર બ્રેક લગાવી હતી.


