By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઇન્ડિયન નેવી પર કોરોના વાયરસનો ‘હુમલો’ : નેવીના ૨૬ જવાન કોરોના પોઝિટિવ આવતા હડકપં મચ્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Breaking News > ઇન્ડિયન નેવી પર કોરોના વાયરસનો ‘હુમલો’ : નેવીના ૨૬ જવાન કોરોના પોઝિટિવ આવતા હડકપં મચ્યો
Breaking News

ઇન્ડિયન નેવી પર કોરોના વાયરસનો ‘હુમલો’ : નેવીના ૨૬ જવાન કોરોના પોઝિટિવ આવતા હડકપં મચ્યો

HM News
Last updated: 18/04/2020 7:00 AM
HM News
5 years ago
Share
SHARE

દેશમાં કોરોના વાયરસના કેર વચ્ચે ભારતીય નેવીના ૨૬ જવાનો કોરોના પોઝિટિવ મળી આવતા હડકપં મચી ગયો છે.આ બધા જવાનોને મુંબઇની નેવી હોસ્પિટલમાં ખસેડાયા છે.ભારતીય નેવીમાં કોરોના સંક્રમણનો કિસ્સો પહેલીવાર સામે આવ્યો છે યારે ઈન્ડિયન આર્મીમાં કોરોનાના કેસ અગાઉ જોવા મળ્યા છે. ની ખબર મુજબ નેવીના એઁગ્રે બેસ પર કોરનાનો પહેલો મામલો ૭ એપ્રિલના રોજ સામે આવ્યો હતો.નેવીના અધિકારીએ જાણકારી આપી છે કે આ તમામ કર્મચારીઓના સંપર્કમાં આવેલા કર્મચારીઓની પણ કોરોના તપાસ થઈ રહી છે.

મળતી માહિતી મુજબ ભારતીય નેવીના જે જવાનો કોરોના પોઝિટિવ મળ્યા છે તેઓને હાલ મુંબઇની નેવી હોસ્પિટલ આઈએનએચએસમાં કવોરન્ટાઈન કરવામાં આવ્યાં છે.જો કે આ બધા વચ્ચે એ વાતની પુષ્ટ્રિ થવાની બાકી છે કે નેવી શિપ પર તૈનાત કોઈ જવાન કે ઓફિસમાં તો કોરોના સંક્રમણ નથી ફેલાયો ને.

આર્મી જનરલ એમએમ નરવણેએ માહિતી આપી હતી કે આર્મીમાં કુલ મળીને કોરોનાના ૮ કેસ નીકળ્યા છે.જેમાં ૨ ડોકટર અને એક નર્સ પણ સામેલ છે.તેમણે એણ પણ કહ્યું કે જે વાનો કોઈ કોરોના સંક્રમિત વ્યકિતના સંપર્કમાં નથી આવ્યાં તેમને યુનિટમાં પાછા લાવવામાં આવી રહ્યાં છે.

દેશમાં કોરોના વાયરસના અત્યારસુધી ૧૩ હજારથી વધારે કેસ સામે આવી ચુકયા છે.હવે એવા સમાચાર છે કે આ ઘાતક વાયરસ ભારતીય નૌસેના સુધી પહોંચી ગયો છે.દાવો કરવામાં આવ્યો છે કે પોઝિટિવ કેસની સંખ્યા ૨૦ની હોઈ શકે છે.ત્ફલ્ આંગ્રે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના દરિયા કિનારે સ્થિત છે.

નોંધનીય છે કે ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના સૌથી વધારે કેસ મુંબઈમાં સામે આવ્યા છે.ઇન્ડિયન નેવી સાથે જોડાયેલા કેસ પહેલા શુક્રવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ૩૪ નવા કેસ સામે આવ્યા હતા.મહારાષ્ટ્રમાં નેવીના મામલા પહેલા શુક્રવારે કુલ સંક્રમિત લોકોની સંખ્યા ૩,૨૩૬ જણાવવામાં આવી હતી.પરંતુ મોડી રાત્રે ઇન્ડિયન નેવી અંગે મોટા સમાચાર આવ્યા હતા.ભારતીય નેવીના મામલા પહેલા શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં ૧૩,૩૮૭ લોકો કોરોનાથી સંક્રમિત છે.જયારે કોરોનાને કારણે દેશમાં મૃતકોની સંખ્યા ૪૩૭ સુધી પહોંચી છે.તાજેતરમાં જ કેરળના કોચીમાં ઇન્ડિયન નેવીએ અંતરિયાળ વિસ્તારોમાંથી કોરોના સંક્રમિત દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવા માટે એક સ્માર્ટ ‘એર ઇવેકયુએશન પોડ’ (AEP) બનાવ્યું હતું.સ્વદેશીની બનાવટની આ કેપ્યૂલ દર્દીઓને સંપૂર્ણ સીલ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં મદદ કરશે.

એક રક્ષા પ્રવકતાએ જણાવ્યું હતું કે આનાથી પાયલટ તેમજ સંક્રમિત દર્દીઓને લઈ જતી ટીમને સંક્રમણ લાગવાનું જોખમ નથી.જે બાદમાં વિમાનને સેનિટાઇઝ કરવાની પણ જરૂર નથી રહેતી.પ્રવકતાએ જણાવ્યું કે આ પોડ નેવી એરબેઝ,આઈએનએસ ગરુડના મુખ્ય આરોગ્ય અધિકારીના માર્ગદર્શન અને નેવી હોસ્પિટલ આઈએનએચએસ સંજીવનીના નિષ્ણાતો સાથે સલાહ બાદ બનાવવામાં આવ્યું છે.તેમણે જણાવ્યું કે આનું વજન ૩૨ કિલોગ્રામ છે.આ પોડને બનાવવા માટે ૫૦ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે.જોકે,હાલમાં જે કેસ આવ્યો છે કે આઈએનએસ આંગ્રે મુંબઈમાં છે.આથી આ એર ઇવેકયુએશન પોડનો ઉપયોગ યાત્રિકો પહેલા અધિકારીઓ માટે કરવો પડે તેવું થયું છે.

ટ્રમ્પના આગમન પહેલા મોટેરા સ્ટેડિયમમાં કીર્તિદાને દિવ્યાંગ દીકરી સાથે પરફોર્મ કર્યું
ટ્રમ્પની સીએનએનના પત્રકાર સાથે ઉગ્ર દલીલબાજીઃ અમેરિકી રાષ્ટ્રપતિએ ચેનલની ઈમાનદારી ઉપર સવાલ ઉઠાવ્યા
ડૉલર સામે રૂપિયો ઐતિહાસિક નવી નીચી સપાટીએ, આજે 70 પૈસા તૂટ્યો
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ વિફર્યા : ચીનને આપી ગર્ભિત ધમકી, યુદ્ધના એંધાણ !
છત્તીસગઢમાં ૨૦૨૦ની સૌથી મોટી આઈટી રેડ : હવે બિલ્ડરો – ઓફીસરો – ઉદ્યોગગૃહો ઉપર તૂટી પડશે
Share This Article
Facebook Email Print
Previous Article કિલર કોરોનાના દેશમાં ૧૪,૪૨૫ કેસઃ કુલ ૪૮૮ના મોત
Next Article અમદાવાદની AMC સંચાલિત હોસ્પિટલમાં 7 ડોક્ટરો અને 6 પેરામેડિકલ સ્ટાફનો કોરોના પોઝીટીવ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up