ઇન્ડોનેશિયાના સુમાત્રાના ઉત્તર પશ્ચિમ દરિયાકાંઠે શુક્રવારે રિક્ટર સ્કેલ પર 6.6 ની તીવ્રતાનો Earthquake આવ્યો છે.પ્રાપ્ત માહિતી મુજબ, Earthquake 10 કિ.મી. ઉંડાઇએ આવ્યો છે.જો કે, ભૂકંપમાં સુનામીના તરંગને વેગ આપવાની સંભાવના નથી.આ ઉપરાંત ઇન્ડોનેશિયા અથવા દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશમાંથી હજી સુધી કોઈપણ પ્રકારની ઇજા કે નુકસાનની જાણ થઈ નથી.
આ ઉપરાંત મલેશિયાની રાજધાની કોલાલમપુરમાં પણ શુક્રવારે બપોરે 12.03 વાગ્યે Earthquakeના આંચકા આવ્યાના સમાચાર છે.જેની તીવ્રતા રિકટર સ્કેલ પર 6.6 માપવામાં આવી છે.આ માહિતી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આપી છે.