ન્યુ દિલ્હી,તા.૨૪
બીજેપીના ઈતિહાસ વિશે જાણકારી આપનાર એક પુસ્તક ઈન્ડોનેશિયાની ઈસ્લામિક યુનિવર્સિટીમાં અભ્યાસક્રમનો ભાગ બનશે. ભારતની સામાન્ય ચૂંટણીમાં બીજેપીની બે વાર જીતે અભ્યાસુઓમાં શૈક્ષણિક અભ્યાસુઓમાં પાર્ટી અંગે રુચિ ઉત્પન્ન કરી છે. શાંતનુ ગુપ્તાના પુસ્તક ‘ભારતીય જનતા પાર્ટી-અતીત, વર્તમાન એવં ભવિષ્ય, વિશ્વ કે સબસે બડે રાજનીતિક દલ કી કહાની’ આંતરરાષ્ટ્રીય સંબંધ વિભાગમાં દક્ષિણ એશિયન અધ્યયનના સ્નાતકના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમનો ભાગ બનશે.
યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય સંબંધ વિભાગના ફેકલ્ટી સભ્ય હદજા મીન ફદલીએ જણાવ્યું હતું કે સામાન્ય ચૂંટણીમાં ભાજપે બે વાર જીત મેળવી હતી. જેના કારણે અભ્યાસુઓને પાર્ટીને લઈને રસ વધ્યો છે. હદજાએ જણાવ્યું કે ભારતની તાજેતરની મુસાફરી દરમિયાન તેમને પુસ્તક વિશે ખબર પડી. તેઓ ‘ઈન્ડિયા ફાઉન્ડેશન’ દ્વારા આયોજિત કૌટિલ્ટ ફેલોશિપ કાર્યક્રમ માટે ભારત આવ્યા હતાં. તેમણે કહ્યું કે,’ઈન્ડોનેશિયાના લોકો ભારત સાથે સંબંધો વધુ મજબૂત કરવા ઈચ્છે છે. આ કારણે જ સત્તામાં રહેલી પાર્ટી બીજેપીને સમજવી મહત્વપૂર્ણ છે. અમને આશા છે કે બીજેપી પણ આવું જ ઈચ્છે છે.’
ઇન્ડોનેશિયાની ઇસ્લામિક યુનિ.માં ભાજપનો ઇતિહાસ ભણાવવામાં આવશે..!!
Leave a Comment