ઇરાકની રાજધાની બગદાદમાં ભારે સુરક્ષા કવચ હેઠળ આવેલા ગ્રીન ઝોન વિસ્તારમાં રોકેટ હુમલો કરવામાં આવ્યો છે.યુએસ દૂતાવાસથી માત્ર 600 મીટરની અંતરે એક રોકેટ દેશની રાષ્ટ્રીય સુરક્ષા સેવાની નજીક પડ્યો હતો.આ હુમલો એવા સમયે કરવામાં આવ્યા છે જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાકમાં હાજર અમેરિકન સૈન્યની સંખ્યા ત્રણ હજારથી ઘટાડીને 2500 કરવાનો નિર્ણય લીધો છે.
ઓક્ટોબરની શરૂઆતમાં,ઈરાન સમર્થિત મિલિશિયાએ કહ્યું હતું કે તે અમેરિકી દૂતાવાસ સહિત ઇરાકમાં યુએસ સૈનિકો પરના અસ્થાયી ધોરણે હુમલાઓ બંધ કરી રહ્યું છે.એવી પણ શરત રાખવામાં આવી હતી કે યુ.એસ. ઇરાકથી પોતાના સૈનિકો પાછો ખેંચી લેશે.