તહેરાન,તા.૨૩
ચીનમાં ફેલાયેલા કોરોના વાઈરસનો કહેર ઈરાનમાં જોવા મળી રહ્યો છે. ઈરાનમાં આ બીમારીથી થોડા દિવસોમાં ૬ લોકોના મોત થયા છે. શનિવારે અર્ક શહેરમાં એક વ્યક્તિનું મોત થયું છે. શનિવારે ઈટલીમાં પણ આ રોગના પગલે એક વ્યક્તિનું મોત થયું હતું. તેના પગલે ૧૦ જેટલા શહેરોમાં સાર્વજનિક સ્થળોને બંધ કરવામાં આવ્યા છે. આ સિવાય લોકો એક-બીજાના ઓછા સંપર્કમાં આવે એટલા માટે ધાર્મિક અને રમતના આયોજનને પણ રદ કરવામાં આવ્યા છે. ચીનમાં આ બીમારીથી અત્યાર સુધીમાં ૨૩૪૫ લોકોના મોત થઈ ચુક્યા છે જ્યારે ૭૫,૬૬૭ લોકો આ બીમારીનો ભોગ બન્યા છે. આ બીમારીનું કેન્દ્ર રહેલા હુબેઈમાં જ માત્ર ૬૨,૬૬૨ લોકો કોરોનાગ્રસ્ત છે, જ્યારે રાજધાની વુહાનમા કોરાનાથી પીડિત લોકોની સંખ્યા ૪૫,૩૪૬ છે.
ઈરાનમાં અત્યાર સુધીમાં ૨૮ લોકોમાં કોરોનાવાઈરસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. દર્દીઓની ઓછી સંખ્યા હોવા છતા ૬ લોકોના મોત થઈ ચૂક્યા છે. આ બીમારીથી પીડિત લોકોનો ઈરાનના ચાર શહેરમાં ઈલાજ કરવામાં આવી રહ્યો છે. તેમાં રાજધાની તેહરાન પણ સામેલ છે. આ સિવાય કોમ, અર્ક અને રશ્તમાં પણ દર્દીઓની સારવાર ચાલી રહી છે.
ઇરાનમાં કોરોના વાયરસથી ૬ના મોત,ઇટલીમાં ધાર્મિક અને રમતના આયોજનો રદ્દ
Leave a Comment