By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઇલેક્ટ્રોનિક નહિ પહેલા ડીઝીટલ મીડિયા પર નિયંત્રણ કરો : કેન્દ્ર સરકારનું સુપ્રીમને ચૂચન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઇલેક્ટ્રોનિક નહિ પહેલા ડીઝીટલ મીડિયા પર નિયંત્રણ કરો : કેન્દ્ર સરકારનું સુપ્રીમને ચૂચન
GeneralNational

ઇલેક્ટ્રોનિક નહિ પહેલા ડીઝીટલ મીડિયા પર નિયંત્રણ કરો : કેન્દ્ર સરકારનું સુપ્રીમને ચૂચન

HM News
Last updated: 17/09/2020 8:49 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને સૂચન કર્યું હતું કે જો તે દેશમાં મીડિયા માટે ગાઇડલાઇન બનાવવા માંગતુ હોય તો તેણે ઇલેક્ટ્રોનિક મીડિયા પહેલા ડિજિટલ મીડિયાને નિયંત્રિત કરવા માટે જોવુ જોઈએ. કેન્દ્રએ જણાવ્યું હતું કે ટીવી મીડિયાની તુલનાએ ડિજિટલ મીડિયાની પહોંચ અને અસર વધારે છે.કેન્દ્રે તેના સોગંદનામામાં જણાવ્યું છે કે ડિજિટલ મીડિયાની પહોંચ વધારે છે અને વોટ્સએપ અને ફેસબૂક જેવા એપ્સ દ્વારા દરેક વસ્તુ ઘડીકમાં વાઇરલ થઈ જાય છે.

આ સોગંદનામામાં જણાવાયું હતું કે ડિજિટલ મીડિયાની વધારે ગંભીર અસર છે અને તેનું કારણ તેનો ઝડપી વ્યાપ છે તેથી કોર્ટે ડિજિટલ મીડિયાના સંદર્ભમાં પહેલા વિચારવુ જોઈએ.સરકારે આ ઉપરાંત જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા અંગે પૂરતા પ્રમાણમાં માળખુ પણ છે અને ચુકાદાઓ પણ અપાયેલા છે. તેમા અભિવ્યક્તિની સ્વતંત્રતા અને જવાબદારીવાળા પત્રકારત્વની વાત કાયદાકીય જોગવાઈઓ અને ચુકાદાઓમાં દર્શાવાઈ છે,એમ જણાવતા તેણે ઉમેર્યુ હતુ કે ટીવી મીડિયાને અગાઉના કેસો અને ચુકાદાઓને આધારે નિયંત્રિત કરવામાં આવે છે.જ્યારે ડિજિટલ મીડિયામાં આવું કશું નથી.

કેન્દ્રએ આ સિવાય સુપ્રીમ કોર્ટને અમિકસ ક્યુરી એટલે કે કોર્ટના મિત્ર તરીકે અથવા સિટિઝન પેનલ રચવાની ભલામણ કરી હતી,જે આ માર્ગદર્શિકાઓ અંગે નિર્ણય લે.સુપ્રીમ કોર્ટમાં ફાઇલ કરવામાં આવેલું સોગંદનામુ ખાનગી ટીવી ચેનલ દ્વારા યુપીએસસી પરીક્ષામાં અને અન્ય સરકારી સર્વિસિસમાં મુસ્લિમો ઘૂસણખોરી કરી રહ્યા છે તે કાર્યક્રમના સંદર્ભમાં દાખલ કર્યુ તે છે.

આ ચેનલ પર બતાવવામાં આવેલા કાર્યક્રમમાં મુસ્લિમોને વિલન તરીકે ચીતરવામાં આવ્યા હતા.સરકારે મીડિયાની આઝાદી હેઠળ આ વિવાદાસ્પદ કાર્યક્રમ માટે મંજૂરી આપી હતી.પણ સુપ્રીમ કોર્ટે આ પ્રકારના કાર્યક્રમના પ્રસારણ સામે મનાઈહુકમ આપ્યો હતો.સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે તમે એક સમાજને લક્ષ્‍યાંક ન બનાવી શકો અને તેને ખાસ રીતે ચીતરી ન શકો.આમ કહીને તેણએ યુપીએસસી જિહાદના નામે પ્રસારિત થનારો કાર્યક્રમ રોક્યો હતો.

મંગળવારે આ કેસની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે ટીઆરપીની લાગેલી રેસ અને ટીવી પર સેન્સેશન કે બ્રેકિંગ લાવવા માટે ચાલતી રેસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.તેણે આ અંગે જણાવ્યું હતું કે દેશમાં ટીવી મીડિયા માટે માર્ગદર્શિકાઓ માટે પેનલની સ્થાપના કરવી જોઈએ.

ડિજિટલ યુગમાં ઘટ્યું ચેક પેમેન્ટ, આ વખત 2.96 ટકાનો ઘટાડો આવ્યો: RBI
ચલથાણ હાઇવે પરથી 18 ગાય ભરેલી ટ્રક સાથે ચાર ઝડપાયા
કોરોના : દુનિયાભરમા ૧૦ લાખથી વધુ લોકો સંક્રમિત, ૫૩ હજારના મોત
કોરોનાનો કહેર રેલવે પર, 40 ટકા બૂકિંગ રદ, એક મહિનામાં 450 કરોડનો ફટકો
સુરત મૃત્યુદંડની સજા આપવામાં દેશભરમાં અવ્વલ : ત્રણ વર્ષમાં 9 આરોપીઓને ફાંસીની સજા અપાઈ
Share This Article
Facebook Email Print
Previous Article 100ની લાંચમાં ઝડપાયેલા ત્રણેય પોલીસમેન 33-33 રૂપિયાની ભાગ બટાઈ કરવાના હતા !!
Next Article પાસા એકટનો વ્યાપ આશીર્વાદરૂપ કે પડકાર?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up