આ સૅટેલાઇટ લૉન્ચ વેહિકલ સિંગાપોરના ત્રણ સૅટેલાઇટ્સ સાથે ઊપડ્યું હતું ઇસરો(ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન)એ ગઈ કાલે પીએસએલવી-સી૫૩ મિશન લૉન્ચ કર્યું હતું.આ સૅટેલાઇટ લૉન્ચ વેહિકલ સિંગાપોરના ત્રણ સૅટેલાઇટ્સ સાથે ઊપડ્યું હતું.ઇસરોના આ પંચાવનમા મિશનને આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી સાંજે ૬.૦૨ વાગ્યે લૉન્ચ કરવામાં આવ્યું હતું,જે ઇસરોની કમર્શિયલ બ્રાન્ચ ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડનું બીજું કમર્શિયલ મિશન છે.પીએસએલવી-સી૫૩ને ડીએસ-ઈઓ સૅટેલાઇટ તેમ જ સિંગાપોરના બીજા બે સૅટેલાઇટ્સને ભ્રમણકક્ષામાં મૂકવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.૪૪.૪ મીટર ઊંચું આ લૉન્ચ વેહિકલ ૨૨૮.૪૩૩ ટન વજન સાથે ઊપડ્યું હતું.