– મોદીએ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇંડીયાનો ઉલ્લેખ કર્યો
– છેલ્લા 4 દિવસથી સંસદમાં ચાલતી ધમાલ ધાંધલ અંગે કહ્યું આવા દીશાહીન વિપક્ષો મેં ક્યારેય જોયા નથી
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિપક્ષો ઉપર ઉગ્ર પ્રહારો કરતાં કહ્યું હતું કે વિપક્ષો વાસ્તવમાં વેરવિખેર છે અને હતાશ છે.આ સાથે વિપક્ષી મહાગઠબંધન INDIA ના નામ ઉપર પણ ઉગ્ર પ્રહારો કરતાં કહ્યું હતું કે, ઇસ્ટ ઇડીયા કંપનીનાં નામમા પણ INDIA હતું.ઇંડીયન મુજાહીદ્દીનના નામમાં પણ ઇંડીયા છે આ સાથે તેઓએ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇંડીયાનો ઉલ્લેખ કરતાં પણ કહ્યું હતું કે તે નામમાં પણ ઇંડીયા છે.છેલ્લા ૪ દિવસથી સંસદમાં ચાલી રહેલા સતત ધાંધલ ધમાલ પ્રત્યે પોતાના પ્રતિભાવો આપતાં તેઓએ કહ્યું : આવા દીશા હીન વિપક્ષો મેં આજ સુધી જોયા નથી.તે લોકો ભ્રમિત છે, તેઓ તે નક્કી નથી કરી શક્તા કે તેમણે શું કરવું છે.તેટલું જ નહીં પરંતુ તેમનાં વર્તન ઉપરથી તો એવું લાગે છે કે તેઓ આગામી દસ વર્ષ સુધી તો સત્તા ઉપર આવી શકશે જ નહીં, કદાચ આવવા માગતા નથી.તેઓએ કહ્યું : કે નામમાં ઇંડીયા કે ઇંડીયન લગાડવાથી કોઈ ભારતીય થઇ નથી જતા.આ કહેવા સાથે તેઓએ ઇન્ડિયન મુજાહિદ્દીન અને ઇસ્ટ ઇંડીયા કંપનીનું પણ ઉદાહરણ આપ્યું હતું.
વડાપ્રધાનનું આ વલણ દર્શાવે છે કે, મણિપુર અંગે સંસદમાં વડાપ્રધાને નિવેદન કરવું જોઇએ તેવી વિપક્ષોની માગણી સામે સરકાર ઝૂકવા માગતી નથી.કોંગ્રેસમાં પ્રવક્તા સુપ્રિયા શ્રીનેને કહ્યું હતું કે, અમારી માગણીમાં ખોટું શું છે ? પીએમ મોદી તે અંગે માત્ર ૩૬ સેકન્ડ બોલ્યા અને મીડીયાએ કહી દીધું કે વડાપ્રધાને તે અંગે મૌન તોડયું છે.આજનાં આ વક્તવ્ય દરમિયાન વડાપ્રધાને લોકસભામાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇડીયાનો ઉલ્લેખ કરતાં કહ્યું આ સંગઠનનાં નામમાં પણ ઇંડીયા છે.આ વચ્ચે વિપક્ષી દળોએ સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની પણ તૈયારી કરી દીધી છે.ટીએમસીના એક સાંસદ તે અંગે ઇશારો પણ કરી દીધો હતો.અવિશ્વાસ પ્રસ્તાવ તો લોકસભામાં રજૂ થઇ શકે છે,અને તેમાં જો સરકાર પરાજિત થાય તો, સરકાર સત્તાભ્રષ્ટ થાય છે.વડાપ્રધાને ત્યાગપત્ર આપવું પડે છે.
જો કે અત્યારે લોકસભામાં ભાજપની પોતાની સભ્ય સંખ્યા (૩૦૩)થી બહુમત છે. જ્યારે સમગ્ર એનડીએ ગઠબંધન પાસે ૩૫૩ સીટો છે.અવિશ્વાસ પ્રસ્તાવ માટે ૫૦ સાંસદોની સહી જોઇએ.અત્યારે એકલા કોંગ્રેસ પક્ષ પાસે જ ૫૯ સીટો છે તેથી તે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરી શકે તેમ છે.તે યાદ રહે કે મણિપુર ઘટના અંગે લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહે નિવેદન પણ કર્યું હતું અને જવાબો પણ આપ્યા હતા.છતાં વિપક્ષ તે વાત ઉપર ચડીને બેઠો છે કે મણિપુર અંગે વડાપ્રધાને જ નિવેદન કરવંસ જોઇએ અને તેથી જ ધમાલ ધાંધલ થાય છે.

