– શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના પૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવીએ સનાતન ધર્મ અપનાવ્યો
– વસીમ રિઝવીનું નવું નામ જિતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગી હશે
– ઇસ્લામ છોડીને હિંદુ બન્યા બાદ વિવાદાસ્પદ નિવેદન આપ્યુ
શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના પૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવીએ સનાતન ધર્મ અપનાવ્યો છે.આ સાથે તેમનું નામ પણ બદલાઈ ગયું છે.વસીમ રિઝવીનું નવું નામ જિતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગી હશે.
ઇસ્લામ છોડીને હિંદુ બન્યા બાદ વિવાદાસ્પદ નિવેદન
ઇસ્લામ છોડીને હિંદુ બન્યા બાદ જીતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગીએ કહ્યું, ‘અહીં ધર્મ પરિવર્તન કરવાનો કોઈ પ્રશ્ન જ નથી,જ્યારે મને ઇસ્લામમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો,ત્યારે હું કયો ધર્મ સ્વીકારું તે મારી પસંદગી છે.સનાતન ધર્મ એ વિશ્વનો પ્રથમ ધર્મ છે,જેટલા સદ્ગુણ એમાં જોવા મળે છે એવા બીજા કોઈ ધર્મમાં નથી.અમે ઇસ્લામને ધર્મ માનતા નથી.દર શુક્રવારની નમાજ પછી માથું કાપી નાખવાના ફતવા આપવામાં આવે છે,તો આવી સ્થિતિમાં જો કોઈ આપણને મુસ્લિમ કહે તો આપણે પોતે જ શરમ અનુભવીએ છીએ.
યતિ નરસિંહાનંદે સનાતન ધર્મ અંગિકાર કરાવ્યો
સોમવારે યતિ નરસિંહાનંદે ગાઝિયાબાદમાં વસીમ રિઝવીને હિન્દુ ધર્મમાં સામેલ કરાવ્યા.આ પછી જિતેન્દ્ર નારાયણ ત્યાગી એટલે કે વસીમ મંદિરમાં પ્રવેશ્યા અહીં તેમના કપાળ પર ત્રિપુંડ હતો,કેસરી વસ્ત્ર પહેર્યા હતા હાથ જોડીને ભગવાનની પૂજા કરી હતી.વસીમ રિઝવી પોતાના નિવેદનોને લઈને સતત વિવાદોમાં રહે છે.ઘણા સમયથી તે આવા નિવેદનો આપી રહ્યા છે જેને ઈસ્લામ વિરોધી અને મુસ્લિમ વિરોધી માનવામાં આવે છે.મુસ્લિમ સમાજમાં પણ વસીમ રિઝવી સામે ઘણો ગુસ્સો અને ઓક્રોશ હતો.
સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી
વસીમ રિઝવીએ ઇસ્લામમાં સુધારાની માંગ કરી છે.તેણે કુરાનમાંથી 26 આયતો હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદ દરમિયાન પણ રિઝવીએ શિયા વકફ વતી રામલલાને મંદિર માટેની તમામ જમીન સોંપવાની પહેલ કરી હતી.રિઝવીએ કહ્યુ હતુ કે મૂળ વિવાદિત જમીન પર શિયાઓએ કબજો જમાવ્યો હતો.સદીઓ સુધી તે જમીન અને મસ્જિદના મુતવલ્લી શિયા મૌલવીઓ અને ઈમામ રહ્યા.તાજેતરમાં જ રિઝવી વિવાદાસ્પદ પુસ્તક ‘મોહમ્મદ’ લખીને વિવાદમાં આવ્યા હતા.દરમિયાન રિઝવીએ લીલી ઝંડીને ઈસ્લામનું પ્રતિક બનાવવાને લઇને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.રિઝવીએ સમયે સૌથી વધુ વિવાદાસ્પદ ચર્ચામાં હતા જ્યારે તેમણે સુપ્રીમ કોર્ટમાં કુરાન શરીફના 26 ભાગ બોલ્યા હતા.
આયાત સામે વાંધો ઉઠાવતા તેણે કુરાન પાકમાંથી તેને હટાવવાની વિનંતી કરી.
રિઝવીએ દલીલ કરી હતી કે આ કલમોનો ઉપયોગ ધર્મની આડમાં કટ્ટરતા અને નફરત ફેલાવાય છે.આ પછી રિઝવીને હત્યાની ધમકી પણ મળી હતી.જો કે, અયોધ્યા કેસથી લઈને ઈસ્લામનું પ્રતિક કે કુરાનમાંથી કલમો હટાવવાની અરજીઓ પર સુપ્રીમ કોર્ટે તમામ અરજીઓ ફગાવી દીધી હતી.

