– 25મીથી નવા મતદારો તેમજ 1લી ફેબ્રુઆરીથી યુનિક મોબાઇલ નંબર ધરાવતા તમામ મતદારો ઇ-એપીક ડાઉનલોડ કરી શકશે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવી રહી છે ત્યારે મતદારોની સુવિધા માટે ભારતના ચૂંટણી પંચે ઇવોટર કાર્ડ તૈયાર કર્યું છે. 25મી જાન્યુઆરી 2021ના રોજ 11મો રાષ્ટ્રીય મતદાતા દિવસ છે ત્યારે ચૂંટણી પંચે ડિજીટલ કાર્ડ લોંચ કર્યું છે.
આધાર કાર્ડની જેમ હવે ઇ-એપીક કાર્ડ તમામ મતદારોને મળશે.આ કાર્ડ મળી જતાં ફિજીકલ કાર્ડની આવશ્યકતા રહેશે નહીં.મતદારો તેમના મોબાઇલમાં આ કાર્ડ વોલેટમાં રાખી શકશે.પ્રથમ તબક્કામાં 25મી જાન્યુઆથી મતદાર યાદીમાં યુનિક મોબાઇલ નંબર ધરાવનારા નવા નોંધાયેલા તમામ મતદારો ઇ-એપીક ડાઉનલોડ કરી શકશે.ચૂંટણી પંચના સૂત્રોએ કહ્યું હતું કે બીજા તબક્કામાં 1લી ફેબ્રુઆરી થી યુનિક મોબાઇલ નંબર ધરાવનારા તમામ મતદારો ઇ-એપીક ડાઉનલોડ કરી શકશે.એ સિવાયના મતદારો ઇ-કેવાયસી પ્રક્રિયા કરીને ઇ-એપીક ડાઉનલોડ કરી શકશે.આ ઇ-એપીક હાલના પીવીસી મતદાર ફોટો ઓળખકાર્ડ ઉપરાંતની વધારાની અને વધુ ઝડપી સુવિધા છે.તેને મોબાઇલ કે ડેસ્કટોપ પર સંગ્રહ કરી શકાશે.તેની પ્રિન્ટ કાઢીને લેમિનેટ પણ કરી શકાશે.
ઇ-એપીક ડાઉનલોડ કરવા માટે વોટર હેલ્પલાઇન એપ્લિકેશન,એનવીએસપી અથવા તો વોટરપોર્ટલ વેબસાઇટ પર જવું પડશે.રાજ્યના મુખ્ય નિવર્ચિન અધિકારીએ આ જાણકારી આપી છે.જે લોકોને એપીક કાર્ડ મળ્યાં નથી તેઓ પણ ડાઉનલોડ કરીને આધારની જેમ ડિજીટલ કાર્ડ સાચવી શકશે.

