By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઈંડો-બાંગ્લા ફ્રેન્ડશીપ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે ભવ્ય વિજય મેળવ્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > ઈંડો-બાંગ્લા ફ્રેન્ડશીપ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે ભવ્ય વિજય મેળવ્યો
GeneralSurat

ઈંડો-બાંગ્લા ફ્રેન્ડશીપ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે ભવ્ય વિજય મેળવ્યો

HM News
Last updated: 13/03/2023 11:53 AM
HM News
2 years ago
Share
SHARE

સુરત,તા. 14 માર્ચ 2023, સોમવાર : નેમીચંદ જાંગિડજીના માનસ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ દિવ્યાંગ વ્હીલચેર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત ઈંડો બાંગ્લા ફ્રેન્ડશીપ કપ 2023 કે જે લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ, સુરત ખાતે 9,10,11 માર્ચના યોજાય હતી,તેનું સમાપન ભારતની વ્હીલચેર ટીમની ભવ્ય જીત સાથે થયું.ભારતની વ્હીલચેર ક્રિકેટ ટીમે 3-0 થી પ્રવાસી બાંગ્લાદેશને હરાવી ભારતનું અને દિવ્યાંગ કોમ્યુનિટીનું નામ રોશન કર્યું.પ્રથમ મેચમાં બાંગ્લાદેશે 146 નો સ્કોર કર્યો હતો જે ભારતે સુરતના જ મનોજ સંસારકરના સ્ફોટક 80* ની મદદથી 17મી ઓવરમાં જ જીતી લીધી.બીજી મેચમાં બાંગ્લાદેશે ઉજ્જલ બૈરાગીના જોરદાર ઓલ રાઉન્ડર પ્રદર્શન થકી મજબૂત ફાઇટ આપી છતાંયે ભારતે 5 રનથી મેચ જીતીને સિરીઝ કબ્જે કરી.

બંને વ્હીલચેર ક્રિકેટ ટીમોએ પ્રથમ વખત ફ્લડ લાઇટમાં મેચ રમી અને બાંગ્લાદેશે મોહિબુલ ઇસ્લામના સ્ફોટક 80 ની મદદથી શાનદાર બેટિંગ કરતા 169 રન બનાવ્યા.ભારતની ટીમે માત્ર 1 વિકેટ ખોઈને મનોજ સંસરકર નાં શાનદાર 77* ની મદદથી માત્ર 18 ઓવરમાં મેચ જીતી લીધી.નોંધનીય છે કે બંને હાથોમાં ઇજા સાથે મનોજ બેટિંગ કરી રહ્યો હતો.મેચના અંતે મનોજ સંસરકરને મેન ઓફ ધ સિરીઝ, મેન ઓફ ધ મેચ અને બેસ્ટ બેટ્સમેનનો એવોર્ડ મળ્યો તો સુરતના જ બીજા ખેલાડી પરશુરામ દેશલેને બેસ્ટ બોલરના ખિતાબથી નવાઝવામાં આવ્યો.ભારતના મોહમ્મદ આદિલે તેની ચપળ ફીલ્ડિંગથી બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ મેળવ્યો તો બાંગ્લાદેશના મોહિબુલ ઇસ્લામને ગેમ ચેન્જર અને ઉજ્જવળ બૈરાગીને એકટીવ વ્હીલચેર દ્વારા બિરદાવવામાં આવ્યા.

ભારતના પૂર્વ ખેલાડી અને 2011ના વિશ્વકપ વિજેતા બોલર મુનાફ પટેલે હાજરી આપી લગભગ 1 કલાકથી વધુ સમય વિતાવ્યો હતો અને ખેલાડીઓને બિરદાવ્યા હતા અને કહ્યું હતું કે જે રીતે ભારતમાં વુમન ક્રિકેટનો ઉદય થયો છે તે જ રીતે સુરત આ દિવ્યાંગ ખેલાડીઓને પ્લેટફોર્મ આપીને દિવ્યાંગ પ્રીમિયર લીગનો આગાઝ કરતુ હોય તેવું લાગી રહ્યું છે.નેમીચંદ જાંગિડજી એ કહ્યું કે મોદીજીએ જ્યારથી દિવ્યાંગ શબ્દ વાપર્યો છે ત્યારથી આપણા દિવ્યાંગ ખેલાડીઓ માટે કૈંક કરી છૂટવાની નેમ સાથે આ ટુર્નામેન્ટ આયોજી હતી અને આગળ પણ આવા આયોજનો કરતા રહીશું.માણસ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના નેમીચંદ જાંગીડની આગેવાનીમાં સિદ્ધિવિનાયક ડેવેલોપર્સના રતનજી અને સુમિતજી ધારુકા એ બંને ટીમોની ટુર્નામેન્ટના સમયગાળાની ખાવા પીવાની જવાબદારીઓ લઇ લીધી તો GM રિઅલટીસના મનોજભાઈ અગ્રવાલ અને ગુડ્ડૂભાઈ પાલીવાલએ 45,000 ની એક એવી 12 વ્હીલચેર ખેલાડીઓને ભેટ આપકે જે એક ખુબ બિરદાવવા લાયક કામ છે.

સમગ્ર ટુર્નામેન્ટમાં દાતાઓએ પૈસાની બૌછાર કરી દીધી અને જેથી પ્રથમ વખત ખેલાડીઓ સારા એવા કેશ પ્રાઈઝમની લઈને ઘરે ગયા.મેચનો આનંદ લેતા લેતા ધવલભાઈ પટેલે ભાગ લેનાર બંને ટીમના ખેલાડીઓને 90,000 જેવી માતબર ગિફ્ટ આપી તો અમી ચેરીટેબલ ટ્રસ્ટના અમિષાબેન અને તેમના મિત્રોએ 17,000ના કેશ પ્રાઈઝ અને ટુર્નામેન્ટની એક માત્ર સિક્સ ફટકારનાર મનોજ સંસારકારને 5100 આપ્યા હતા.ટુર્નામેન્ટના ડિરેક્ટર હેતલબેન નાયક અને મસૂદ વોરાજી તેમજ સેવાભાવી હેમંત પટેલ (મુન્નાભાઈ) અને પલ્લવી પટેલ,ટેક્નિકલ બાબતોની દેખરેખ રાખનાર વિજય છૈરા,મુંબઈથી પધારેલ એન્કર નિશાળ કોરા,સુરતના એન્કર સચિન ઉમરીગર,ઉભરતા સિતારા ગૌરવ લખવાની,સન્ની સ્પોર્ટ્સના મહેન્દ્રભાઈ,હર્ષિલ ફિલ્મસિટીના અમીષ પટેલ,એમ્બેલિશ સલોનના અમિત ભાઈ,વૈશાલી ઉમરીગર,સંજયભાઈ પટેલ,અમિષા જોગીએ,કવિતા પરમાર,ઓમી લખવાની અને જોશ એપ્પનાં ગુજરાતના કર્તાહર્તા ચિરાગ શાહે હાજર રહી અથવા સેવા આપી એક અત્યંત સફળ ટુર્નામેન્ટના આયોજનમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો.

300 કરોડના ભ્રષ્ટાચાર કેસમાં દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને મધરાત્રે પોલીસ ઉંચકી ગઈ : જુઓ વિડિઓ
માર્ચ ક્વાર્ટરનો જીડીપી ગ્રોથ માત્ર 2.7% રહેવાની સંભાવનાઃ SBIના ઈકોનોમિસ્ટ્સ
Ram Gopal Varma એ કરી છોટા રાજન માટે બેડ અને ઓક્સિજનની ડિમાન્ડ, યુઝર્સે ખુબ લગાવી ક્લાસ
નવસારી સ્થિત આઈસ ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીકેજ થતા 40 લોકોને અસર
અમુલ બાદ હવે બરોડા ડેરી અને રાજકોટ ડેરી એસોસિએશને કર્યો દૂધના ભાવમાં વધારો, ગુરૂવારથી નવા ભાવ લાગુ
Share This Article
Facebook Email Print
Previous Article પંજાબના મંત્રીની IPS દુલ્હન, IPS જ્યોતિનો જલવો જોઈ રહી જશો દંગ
Next Article બાહુબલી મધુ શ્રીવાસ્તવે ફેંક્યો પડકાર,કહ્યું કે 2024માં ખુલ્લેઆમ…..
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up