અમદાવાદ : શિક્ષણ વિભાગે રાજ્યની સરકારી ડિગ્રી અને ડિપ્લોમા ઈજનેરીની કોલેજોમાં રોબોટિક્સ,આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સી,ડેટા સાયન્સ,મિશન લર્નિંગ,આઈસીટી સહિતની નવી બ્રાંચો શરૃ કરી છે પરંતુ હાલ આ નવી બ્રાંચો ભણાવી શકે તેવા પ્રોફેસરો ન હોવાથી જીટીયુ તાજેતરમાં તમામ સબ્જેક્ટ એક્સપર્ટસની બેઠક બોલાવી નવી બ્રાંચોમાં કઈ કોર બ્રાંચના અધ્યાપક ભણાવશે તે નક્કી કરવામા આવ્યુ છે.જો કે બીજી બાજુ કેટલાક અધ્યાપકોએ એઆઈસીટીઈ સૂચવેલ વિષય-બ્રાંચ કરતા અલગ હોવાથી વિરોધ પણ નોંધાવ્યો છે.
જીટીયુ દ્વારા તાજેતરમાં તમામ ફેકલ્ટી ડીન,એસોસિએટન ડીન,ડિગ્રી અને ડિપ્લમા ઈજનેરીના બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેન તથા અધ્યાપકોની બેઠક બોલાવી હતી.જેમાં ચર્ચા કરવામા આવી હતી કે એઆઈસીટીઈ દ્વારા નવી એજ્યુકેશન પોલીસીના અમલ અને નવી બ્રાચો તેમજ સબ્જેક્ટના ભણાવવા અંગે તથા કરિક્યુલમ અંગે જ્યાં સુધી ફાઈનલ અને કોનક્રિટ ગાઈડલાઈન જાહેર ન કરવામા આવે ત્યાં સુધી સરકારી અને ગ્રાન્ટેડ ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી કોલેજોમાં નવી શરૃ થનારી બ્રાંચોમાં અભ્યાસને લઈને મુશ્કેલી પડે તેમ છે.જો કે હાલ આ નવા સબ્જેક્ટ ભણાવી શકે તેવા એક્સપર્ટસ પ્રોફેસરો નથી અને ડિગ્રી-ડિપ્લોમા કોલેજોમાં પહેલેથી સ્ટાફની ઘટ છે.જેથી જીટીયુ દ્વારા એક્સપર્ટ મીટિંગ હાલ એવુ નક્કી કરવામા આવ્યુ છેકે આ નવી બ્રાંચોમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને અન્ય જુની બ્રાંચના પ્રોફેસરો ભણાવશે.જે મુજબ આઈસીટીને ઈસીની કોર બ્રાંચમાં ગણીને ઈલેક્ટ્રોનિક એન્ડ કમ્યુનિકેશન એન્જિ,કમ્પ્યુટર એન્જિ.અને આઈટીને તેમાં સમાવી લેવાશે.રોબોટિક્સ એન્ડ ઓટોમેશન મિકેનિકલ એન્જિ.હેઠળ ગણાશે અને જેમાં મિકેનિકલ તેમજ આઈસી એન્જિ અને પ્રોડકશન એન્જિ.સમાવાશે.
ઈલેક્ટ્રોનિકસ એન્ડ ઈન્સ્ન્મેન્ટેશન એન્જિ.માં ઈસી બ્રાંચ તથા આઈસી બ્રાંચનો સમાવેશ થશે.જ્યારે આર્ટિફિશિયલ ઈન્ટિલિજન્સ એન્ડ મશીન લર્નિંગ તથા ડેટા સાયન્સ કમ્પ્યુટર એન્જિનિયરિંગ હેઠળ ભણાવાશે. રીન્યુએબલ એનજીમાંર્ ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને મિકેનિકલ એન્જિનિયરિંગના પ્રોફેસરો ભણાવશે.મહત્વનું છે કે જીટીયુ દ્વારા કયા વિષયમાં કયા બ્રાંચના પ્રોફેસર ભણાવશે તે નક્કી કરાયુ છે પરંતુ આ બાબતે એવી પણ રજૂઆત કરવામા આવી છે કે એઆઈસીટીઈ દ્વારા જાહેર કરાયેલ અપ્રુવલ હેન્ડબુક મુજબની જોગવાઈઓ પ્રણાણે સબ્જેક્ટ-કોર સબ્જેક્ટ ટીચિંગ માટે નક્કી નથી કરાયા.સીએડી-સીએએમમાં મિકેનિકલ એન્ડ પ્રોડકશન એન્જિ.નો સમાવેશ થવો જોઈએ જેના બદલે ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્જિ.નો સમાવેશ કરાયો છે.રોબોટિક્સ એન્ડ ઓટોમેશન સબ્જેક્ટનો પણ એઆઈસીટીઈએ સૂચવેલ કોર બ્રાંચને બદલે અન્ય કોર બ્રાંચમા સમાવેશ કરાયો છે.


