તેલ અવીવ : વડાપ્રધાન નેતાન્યાહુની વેસ્ટ બેંકના કેટલાક ભાગો ઉપર કબજો કરવાની યોજના વિરૂધ્ધ હજારો ઈઝરાયીલોએ ફેસ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે પ્રદર્શન કરેલ.દરમિયાન ફિલીસ્તાનના ઝંડા પણ લહેરાવાયેલ.વિરોધ પ્રદર્શન વામપંથી સમુહો દ્વારા આયોજીત કરાયેલ.ઈઝરાયલની અડધી પ્રજા યોજનાના સમર્થનમાં છે.એક સર્વેક્ષણ મુજબ અડધી વસ્તીઓ નેતન્યાહુની વિસ્તારવાદી નિતીના સમર્થનમાં છે.
પ્રદર્શન દરમિયાન વામ પંથીઓએ અમેરિકાના ડેમોક્રેટીક પાર્ટીના સેનેટર બર્ની સેન્ડર્સ સાથે જોડાયેલ એક વિડીયો પણ બતાડેલ.૧૯૬૭માં પશ્ચિમ એશીયા યુધ્ધ બાદ ઈઝરાયલે વેસ્ટ બેન્ક,પૂર્વી જેરૂસલેમ અને ગાઝા પટ્ટી ઉપર કબ્જો કરેલ.૧ જુલાઈ સુધીમાં વેસ્ટ બેંકમાં સ્થિત જોર્ડન ઘાટી અને ઈઝરાયલની વસ્તીઓ ઉપર નેતન્યાહુની કબજો કરવાની યોજના છે.આ માટે અમેરિકા પણ લીલી ઝંડી આપી શકે છે.