-બેંજામીન નેતન્યાહૂ 13મેના રોજ વડાપ્રધાન પદના શપથ લઈ શકે છે
જેરૂશલામ,
ઈઝરાયેલની સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન બેંજામીન નેતન્યાહૂને અયોગ્ય જાહેર કરવાની માગ કરનારી અરજીને ફગાવી દીધી છે અને તેમને સરકાર બનાવવાની મંજૂરી આપી દીધી છે.અરજીમાં નેતન્યાહૂ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.નેતન્યાહૂ સતત ચોથી વખત વડાપ્રધાન બનશે. નેતન્યાહૂને 13મેના રોજ વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરી શકે છે.
નેતન્યાહૂ તેમના ચાર કાર્યકાળમાં 14 વર્ષ વડાપ્રધાન રહ્યા છે.તેમની વિરુદ્ધ કોર્ટમાં ભ્રષ્ટ્રાચારનો કેસ કરવામાં આવ્યો હતો.તેમના પર છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ છે.ત્યાંજ 60 વર્ષના બેની ગેન્ટ્ઝે પોતાની કારકિર્દી ડિસેમ્બર 2018માં શરૂ કરી હતી.તેઓ 2011-15ની વચ્ચે ઈઝરાયેલની મિલેટ્રીના ચીફ રહ્યા હતા.
માર્ચમાં થયેલી સંસદીય ચૂંટણીમાં નેતન્યાહૂ ત્રણ બેઠકો પર બહુમતિ હાંસેલ કરીને ચૂંટાયા હતા. બીજી તરફ દેશના બે પ્રમુખ પાર્ટીઓને ગઠબંધન સરકાર રચવા માટે પૂરતા વોટ મળ્યા નહતા.નેતન્યાહૂની લિકુડ પાર્ટીને 36 અને તેમની અગેવાની હેઠળના રાઈટ વિંગ (લિકુડ પાર્ટી)ને 58 બેઠકો મળી હતી. પૂર્વ સેના પ્રમુખ બેની ગેન્ટ્ઝે ની બ્લૂ એન્ડ વ્હાઈટ પાર્ટીને 33 બેઠકો અને તેમની (બ્લૂ એન્ડ વ્હાઈટ પાર્ટી) આગેવાની હેઠળ ડાબેરી સંગઠનને 55 બેઠકો પ્રાપ્ત થઈ હતી.


