By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઈઝરાયેલ અને ભારત ભેગા મળીને કરશે હાઈ ટેક હથિયારોનુ ઉત્પાદન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઈઝરાયેલ અને ભારત ભેગા મળીને કરશે હાઈ ટેક હથિયારોનુ ઉત્પાદન
GeneralNational

ઈઝરાયેલ અને ભારત ભેગા મળીને કરશે હાઈ ટેક હથિયારોનુ ઉત્પાદન

HM News
Last updated: 26/09/2020 10:49 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 26. સપ્ટેમ્બર : સંરક્ષણ ક્ષેત્રે ભારત અને ઈઝરાયેલ પોતાની ભાગીદારીને વધારે મજબૂત કરવાના રસ્તે જઈ રહ્યા છે.બંને દેશોએ સાથે મળીને હાઈટેક હથિયારોના ઉત્પાદન માટેની યોજના બનાવી છે.

ભારત અને ઈઝરાયેલે આ યોજનાને અંજામ આપવા માટે બંને દેશના અધિકારીઓનુ એક ગ્રૂપ પણ બનાવ્યુ છે.આ ગ્રૂપનુ મુખ્ય કામ ટેકનોલોજી ટ્રાન્સફર,હથિયારોનુ સંયુક્ત ડેવલપમેન્ટ,આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનુ સંશોધન તેમજ હથિયારોની ત્રીજા દેશને ભેગા થઈને એક્સપોર્ટ કરવાનુ રહેશે.

ઉલ્લેખનીય છે કે,ઈઝરાયેલ ભારતને હથિયાર સપ્લાય કરનારા દેશોની યાદીમાં ચોથા ક્રમ છે.ભારતને ઈઝરાયેલ દર વર્ષે એક અબજ ડોલરના હથિયારો વેચે છે.એક ભારતીય અધિકારીનુ કહેવુ છે કે હવે જ્યારે ભારતનુ ડિફેન્સ સેક્ટર પણ મજબૂત થઈ રહ્યુ છે ત્યારે બંને દેશો વચ્ચે ઉત્પાદનમાં પણ ભાગીદારી વધારવામાં આવે તે જરુરી છે.ઈઝરાયેલ મિસાઈલ,સેન્સર,સાયબર સિક્યુરિટી સહિતની ડિફેન્સ સિસ્ટમમાં દુનિયામાં આગળ પડતો દેશ છે.ભારતીય સેના હાલમાં ઈઝરાયેલ દ્વારા અપાયેલા બરાક-8 પ્રકારના મિસાઈલ્સને સામેલ કરી રહી છે.આ સોદો 30000 કરોડ રુપિયામાં થયો છે.ભારતની કંપનીઓની સાથે ઈઝરાયેલની કંપનીઓએ પણ સંયુક્ત પ્રોડક્શનના કરાર કર્યા છે.

રશિયાઃ યુક્રેન સામેના જંગનો વિરોધ કરનારા સ્કૂલના બાળકોની પણ પોલીસે ધરપકડ કરી
ખાલિસ્તાની સમર્થકો દ્વારા રોમમાં ભારતીય દુતાવાસમાં તોડફોડ કરાય
ટૂંકમાં ગુજરાતમાં જ મળશે દારૂ ,નહીં જવું પડે દમણ ,દીવ કે આબુ ! ગુજરાતમાંથી દારૂબંધીને હટાવવા આક્રમક મોડમાં આવ્યા શંકરસિંહ વાઘેલા, શરૂ કર્યું અભિયાન
WHAT: અંડરવેરમાં 4 મોબાઇલ છુપાવીને જેલમાં લઇ ગયો કેદી !
$ 1.4 અબજ ચૂકવવાને બદલે સરકાર કેઇર્નને ઓઇલ ફિલ્ડની ઓફર કરશે
Share This Article
Facebook Email Print
Previous Article ભાજપ આગેવાન રેતીચોરીના ખોટાં આક્ષેપ કરતાં હોવાની લીઝ ધારકની રજૂઆત
Next Article ભારત પર રાજ કરનારી ઈસ્ટ ઈન્ડિયા કંપનીના માલિક હવે એક ભારતીય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up