– ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા ?
– યુક્રેન-યુદ્ધ પછી અમેરિકા-રશિયા વચ્ચે દુશ્મની વધી ગઈ છે, દક્ષિણ ચીન સમુદ્ર અંગે યુ.એસ. ચાઇના વચ્ચે ટકરાવ ઉભો થયો છે
નવી દિલ્હી : રશિયા-યુક્રેન યુદ્ધ પછી ઈઝરાયલ હમાસ યુદ્ધમાં મહાશક્તિઓ ખેંચાઈ રહી છે.ઈઝરાયેલ હમાસને માટીમાં મેળવી દેવાના શપથ લીધા છે ત્યારે અમેરિકા તેને સાથ આપી રહ્યું છે.અમેરિકી અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે હમાસે બંધક બનાવેલા ઈઝરાયેલીઓ તથા અમેરિકી અને બ્રિટિશ નાગરિકોને સુરક્ષિત પાછા લાવવા બાયડેન પ્રતિબદ્ધ છે.દરમિયાન ચીને જાહેર કર્યું છે કે ગાઝામાં પેલેસ્ટાઈનીઓને સહાય કરવા માટે તે રશિયાની સાથે છે.આમ ત્રણે મહાશક્તિઓનો ટકરાવ શરૂ થઈ ગયો છે.સાથે ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે.
અમેરિકાના વિદેશ વિભાગના પ્રવકતા મેથ્યુ તિલેર એક પ્રેસ બ્રિડીંગમાં કહ્યું હતું કે અમેરિકા હમાસ ઈઝરાયલ યુદ્ધમાં ઈઝરાયલને જ મદદ કરવા તૈયાર નથી, પરંતુ તે સાથે હમાસને પણ માનવીય સહાય આપવા તૈયાર છે.આમ છતાં અમેરિકી જાસૂસી તંત્ર, ગાઝાની અલ્-અહલી હોસ્પિટલમાં થયેલા વિસ્ફોટ માટે ઈઝરાયલી હવાઈ હુમલાને જવાબદાર કહેતું નથી.બીજી તરફ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ માટે રશિયા અને ચીન અમેરિકાને જ જવાબદાર માને છે તે બંને સાથોસાથ આવી ગયા છે.
યુક્રેના યુદ્ધ પછી અમેરિકા-રશિયા વચ્ચે દુશ્મની વધી ગઈ છે. દક્ષિણ-ચીન-સમુદ્ર પર ચીને પોતાનું વર્ચસ્વ જાહેર કરતા અમેરિકા-ચીન વચ્ચે દુશ્મની થઈ ગઈ છે.તેવામાં પેલેસ્ટાઈની યુદ્ધ ફાટી નીકળ્યું.તે બહાને બંને દેશ અમેરિકાને જવાબ આપવા તૈયાર થયા છે.સમાચાર સંસ્થા રોઈટર્સ જણાવે છે કે ચીની-મીડીયા જણાવે છે કે ચીન ઈઝરાયલ-પેલેસ્ટાઈની સંઘર્ષ શાંત કરવા માટે રશિયા સાથે મંત્રણા કરવા અને સમન્વય બનાવી રાખવા તે તૈયાર છે.
ચીનના મધ્ય-પૂર્વના વિશેષ દૂતની તેના રશિયન સમકક્ષ સાથે કતારનાં દોહામાં એક બેઠક યોજાઈ હતી.તે પછી ચીની દૂત ઝાઈ જૂને જણાવ્યું હતું કે પેલેસ્ટાઈન અંગે ચીન અને રશિયાના વલણો સમાન જ છે.ગાઝામાં નાગરિકોના થયેલા મૃત્યુ અને ત્યાં તેમાના માનવીય સંકટ અંગે ઝાઈ જૂને ચિંતા પણ વ્યક્ત કરી હતી.તે સર્વવિદિત છે કે અમેરિકાના પ્રમુખ બાયડેને લીધેલી ઈઝરાયલની મુલાકાત પછી બ્રિટનના વડાપ્રધાન ઋષિ શુનક પણ ગુરૂવારે તેલ-અવીવ પહોંચ્યા હતા.
નેતાન્યાહુ તેઓને ભેટયા હતા. તેમને ”પ્રિય-મિત્ર” પણ કહ્યા હતા.શુનકે ઈઝરાયલ વડાપ્રધાનને કહ્યું હતું કે અમે તમારી સાથે જ ઉભા છીએ. આવા ગંભીર સમયમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકોને સામે આવેલા સાથ માટે હું આપનો આભારી છું.દરમિયાન પશ્ચિમી દેશોની એકતા દર્શાવવા શુનકની સાથે પશ્ચિમ એશિયાના દેશોની મુલાકાતે ગયેલ બ્રિટનના વિદેશ-મંત્રી જેમ્સ ક્લેવરબીચે કહ્યું હતું કે ”યુદ્ધ કોઈના હિતમાં નથી”. ન તો ઈઝરાયલના હિતમાં ન તો પેલેસ્ટાઈનીઓના હિતમાં કે ન તો તે પશ્ચિમ એશિયાના હિતમાં છે.