By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઈડીની નોટિસ, સંજય રાઉત બોલ્યા- ઘરની મહિલાઓને નિશાન બનાવવી કાયરતાનું કામ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઈડીની નોટિસ, સંજય રાઉત બોલ્યા- ઘરની મહિલાઓને નિશાન બનાવવી કાયરતાનું કામ
GeneralNationalPolitics

ઈડીની નોટિસ, સંજય રાઉત બોલ્યા- ઘરની મહિલાઓને નિશાન બનાવવી કાયરતાનું કામ

HM News
Last updated: 28/12/2020 11:01 AM
HM News
5 years ago
Share
SHARE

મુંબઈ : પીએમસી કૌભાંડમાં પત્ની વર્ષાને ઈડીની નોટિસ મળવા પર શિવસેના સાંસદ સંજય રાઉતે સોમવારે કહ્યુ કે,છેલ્લા એક વર્ષમાં શરદ પવાર,એકનાથ ખડસે અને પ્રતાપ સરનાઇકને નોટિસ મળી છે અને તમે બધા મારા નામ પર ચર્ચા કરી રહ્યાં છો.આ તમામ લોકો મહારાષ્ટ્રમાં સરકારની ચરના માટે મહત્વપૂર્ણ છે.આ કાગળનો ટુકડો છે વધુ કંઈ નહીં.તેમના પ્રમાણે,ઘરની મહિલાઓને નિશાન બનાવવી કાયરતાનું કામ છે.અમે કોઈથી ડરતા નથી અને તે અનુસાર પ્રતિક્રિયા આપશું. ઈડીને કેટલાક દસ્તાવેજની જરૂર હતી અને અમે તેમને સમય પર આપી દીધા છે.સંજય રાઉતે કહ્યુ કે,આ બધુ રાજનીતિથી પ્રેરિત છે, 10 વર્ષ જૂના એક કેસને કાઢવામાં આવ્યો છે.અમે મિડલ ક્લાસ લોકો છીએ.

સંજય રાઉતે કહ્યુ કે,મારી પત્ની એક શિક્ષિકા છે અને તેણે પોતાના મિત્ર પાસે 10 વર્ષ પહેલા 50 લાખનું કર્જ લીધુ હતું,તેમાં ઈડી અને ભાજપનું શું તકલીફ છે? મારી પાસે એક વર્ષથી ભાજપ પરિવારના કેટલાક લોકો આવી રહ્યાં છે,તે વારંવાર મને કહેવાનો પ્રયાસ કરે છે કે આ સરકાર અમે કોઈપણ સ્થિતિમાં પાડવાના છીએ,અમારી પાસે કેન્દ્રની સત્તા છે,ઈડી,સીબીઆઈ અને ઇનકમ ટેક્સ છે.

પીએમસી બેન્ક કૌભાંડના તાર શિવસેનાના મુખ્ય નેતા તથા સાસંદ સંજય રાઉતના ઘર સાથે જોડાયેલા છે.ઈડીએ આ મામલામાં સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યું છે.ઈડીના એક વરિષ્ઠ અધિકારી પ્રમાણે વર્ષા રાઉતને બે વાર પહેલા પણ સમન્સ મોકલવામાં આવ્યું હતું,પરંતુ ખરાબ સ્વાસ્થ્યને કારણે તે પૂછપરછ માટે આવ્યા નહીં.ઈડીએ ફરીથી મંગળવારે વર્ષા રાઉતને મુંબઈ અધિકારીઓની સામે હાજર થવા કહ્યું છે.ઈડીના વરિષ્ઠ અધિકારી અનુસાર પીએમસી કૌભાંડના આરોપીની સાથે વર્ષા રાઉતની લેતી-દેતીના પૂરાવા મળ્યા છે. શરૂઆતી તપાસમાં કૌભાંડના આરોપી પ્રવીણ રાઉતની પત્ની સાથે 50 લાખના વહીવટના પૂરાવા મળ્યા છે.આ રકમ વધુ હોઈ શકે છે.

તેમણે કહ્યું કે,પીએમસી બેન્ક કૌભાંડની રકમને વિભિન્ન કંપનીઓ વચ્ચે ઘણા સ્તરોએ વેચવામાં આવી હતી.આ કંપનીઓના તમામ લેતી-દેતીની સાથે-સાથે તેના પ્રમોટર,ડાયરેક્ટર અને મૂળ લાભાર્થીઓની જાણકારી મેળવવામાં આવી રહી છે.વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે,આ કૌભાંડ સાથે જોડાયેલા તમામ વહીવટની તપાસ થઈ રહી છે અને આ સિલસિલામાં વર્ષા રાઉતને પણ સમન્સ આપવામાં આવ્યું છે.ઈડી હાઉસિંગ ડેવલોપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના ડાયરેક્ટર રાકેશ વધાવન અને સારંગ વધાવન સહિત ઘણા હાઈપ્રોફાઇલ લોકો વિરુદ્ધ ષડયંત્ર હેઠળ પીએમસી બેન્કમાંથી 4355 કરોડ રૂપિયાના કૌભાંડ કરવાની તપાસ થઈ રહી છે.

ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ પથ વધુ પ્રસસ્ત, ક્રિટિકલ પોલ્યુટેડ કેટેગરીમાંથી આ 5 શહેરોને મળી મુક્તિ
શોખીન શિક્ષણાધિકારી : 10 લાખની લાંચમાં ઝડપાયા, હવે ઘરેથી મળી મોંઘીદાટ દારૂની બોટલ,પોલીસ પ્રોહિબિશનનો ગુનો કયારે દાખલ કરશે ?
બાથટબમાં બેસીને મેડોનાએ આપ્યું કોરોના જ્ઞાન
HCL ટેક્નો.નો પ્રોફિટ 23 ટકા વધ્યો, 2 ડિવિડન્ડ
બંગાળમાં ખૂની ખેલ યથાવત, ભાજપના કાર્યકરની હત્યા, મૃતદેહ ઝાડ પર લટકાવી દીધો
Share This Article
Facebook Email Print
Previous Article ATS એ કર્યો મોટો ખુલાસો : હિરેન પટેલની હત્યા રાજકીય કાવતરું, કોંગ્રેસ MLAના ભાઈની સંડોવણી
Next Article સંજય રાઉત ભડક્યા : મારી સામે પંગો ના લેતા, હું ડરવાનો નથી તેમનો ય બાપ છું,મારી પાસે ભાજપની ફાઇલ છે,જો તેને નીકાળી તો દેશ છોડીને ભાગવું પડશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up