નવી દિલ્હી,તા.29 જુલાઈ : પાકિસ્તાનમાં ઈત ઉલ અજહા નિમિત્તે 300 અબજ રૂપિયાની કિંમતની 40 લાખ ગાયોની કુરબાની આપવામાં આવી છે.કુલ 400 અબજ રૂપિયાની કિંમતના 90 લાખ પશુઓની આ ઈદ નિમિત્તે કુરબાની આપવામાં આવી હતી. ચામડાના નિકાસકારોના કહેવા પ્રમાણે ગયા વર્ષની તુલનામાં આ વર્ષે વધારે પશુઓની કુરબાની અપાઈ છે.આ વર્ષે કોરોનાના કારણે મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓ હજ પર નથી જઈ શકયા, તેના કારણે આ વખતે કુરબાનીની સંખ્યા પણ વધારે રહી છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનમાં ગયા વર્ષે દોઢ અબજ ડોલરના પશુઓની કુરબાની અપાઈ હતી.આ વખતે 80 થી 90 લાખ પશુઓની કુરબાની અપાઈ છે.જેમાં ગાય,બકરી,ઉંટ પણ સામેલ છે.લોકો હજ નથી જઈ શક્યા તેના કારણે કુરબાની માટે પશુઓની સંખ્યા પણ વધી ગઈ હતી.ચામડાના વેપારી દાનિશ ખાનનુ કહેવા પ્રમાણે આ વખતે 30 થી 40 લાખ ગાયોની કુરબાની આપવામાં આવી છે. પાકિસ્તાન દ્વારા દર વર્ષે 25 અબજ ડોલરના ચામડાની નિકાસ થાય છે અને ચામડા ઉદ્યોગમાં ઈદની કુરબાની બાદના પશુઓના ચામડાનુ પ્રમાણ 20 થી 30 ટકા હોય છે.