નવી દિલ્હી,તા.3 મે 2022,મંગળવાર : ઈદ પર્વે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યુ છે કે, દુનિયાભરમાં મુસ્લિમો હિંસાનો શિકાર થઈ રહ્યા છે.તેમણે ઈદની શુભેચ્છાઓ પાઠવતા કહ્યુ હતુ કે, દુનિયામાં આપણે જોઈ રહ્યા છે કે, મુસ્લિમો હિંસાનો શિકાર બની રહ્યા છે.કોઈના પર પણ તેમની ધાર્મિક આસ્થાઓના કારણે અત્યાચાર કરવા જોઈએ નહીં.આજના પર્વે આપણે એ લોકોને યાદ કરવા જોઈએ કે જે ઉજવણી નથી કરી રહ્યા.જેમાં ઉઈગુર, રોહિંગ્યા સમુદાય સહિતના એ તમામ મુસ્લિમો સામેલ છે જેઓ દુકાળ, હિંસા અને બીમારીઓથી પિડિત છે.બાઈડેને કહ્યુહ તુ કે, દુનિયામાં આશા અને પ્રગતિની જેટલી પણ શકયતાઓ છે તેનુ સન્માન થવુ જોઈએ.યુધ્ધ વિરામના કારણે યમનમાં 6 વર્ષમાં પહેલી કત લોકોને શાંતિથી રમઝાન અને ઈદ મનાવવાનો મોકો મળ્યો છે.મુસ્લિમો આપણા દેશને મજબૂત બનાવી રહ્યા છે.આમ છતા તેઓ આપણા સમાજમાં પડકારો અને ખતરાનો સામનો કરી રહ્યા છે.જેમાં ઈસ્લામો ફોબિયા પણ સામેલ છે.વ્હાઈટ હાઉસમાં ઈદ નિમિત્તે એક સમારોહનુ આયોજન કરાયુ હતુ અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પણ ઈદ નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી.


