મુંબઈ, તા. 04 મે 2022 બુધવાર : તમે એ તો સાંભળ્યુ જ હશે કે બોલીવુડના દબંગ સલમાન ખાનનો હાથ જેની પર હોય છે તેની કિસ્મત બદલવામાં વાર લાગતી નથી.આજકાલ સલમાન પંજાબની કેટરીના કૈફ એટલે કે શેહનાઝ ગિલ પર મહેરબાન છે.ચર્ચા છે કે સલમાને પોતાની ફિલ્મ કભી ઈદ કભી દિવાલી માં શેહનાઝ ગિલને રોલ પણ ઓફર કર્યો છે.આ વાતમાં કેટલુ સત્ય છે તે તો ખબર નથી.પરંતુ સલમાન અને શેહનાઝની બોન્ડિંગનો લેટેસ્ટ વીડિયો આપની આ ખબર પર ભરોસો કરવાની ફિલિંગ આપશે.
મંગળવારે સલમાન ખાનની બહેન અર્પિતાના ઘરે ઈદની પાર્ટી રાખવામાં આવી. જેમાં બોલીવુડના જાણીતા ચેહરાઓએ હાજરી આપી. આ સૌની વચ્ચે જેણે સૌથી વધારે ધ્યાન ખેંચ્યુ તે હતી પંજાબની કેટરીના કૈફ એટલે કે શેહનાઝ ગિલ.અર્પિતા ખાનની ઈદ પાર્ટીમાં શેહનાઝ ગિલનુ જોવા મળવુ એ દર્શાવે છે કે સલમાન ખાનના ફેવરેટ ક્લબમાં તે સામેલ થઈ ચૂકી છે. ઈદ પાર્ટી બાદ સૌથી ક્યૂટ તે નજારો હતો જ્યારે ખુદ દબંગ ખાન શહેનાઝને તેની ગાડી સુધી મૂકવા બહાર આવ્યા હતા.
આ દરમિયાન સલમાન અને શેહનાઝનુ અલગ જ બોન્ડ જોવા મળ્યુ.વીડિયોમાં શેહનાઝ અને સલમાન અંદરોઅંદર ચેટ કરતા હસી રહ્યા છે.શેહનાઝ સલમાનને વારંવાર ગળે મળતી જોવા મળી, તે કિસ કરે છે, સલમાન ખાનને પેમ્પર કરે છે.શેહનાઝ સલમાનનો હાથ પકડીને પોતાની ગાડી સુધી લઈ ગઈ.સલમાન પણ ખુશી ખુશી શેહનાઝને બાય કરીને તેની ગાડી સુધી ગયા.બાદમાં ગાડીની અંદર બેસ્યા પહેલા શેહનાઝ સલમાન ખાનના ગાલ પર હાથ લગાવીને પ્રેમ વ્યક્ત કરતી જોવા મળી.
શેહનાઝ અને સલમાનની આ બોન્ડિંગ ફેન્સને ઘણી પસંદ આવી રહી છે.લોકો આને ક્યૂટ અને સાચી બોન્ડિંગ કહી રહ્યા છે.ઈદ પાર્ટીમાં શેહનાઝ ગિલ બ્લેક કલરના સૂટમાં દેખાયા હતા, ત્યાં સલમાન પણ બ્લેક શર્ટમાં હેન્ડસમ લાગી રહ્યા હતા.આ પાર્ટીમાં દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, કરણ જોહર, કંગના રનૌત જેવા મોટા સ્ટાર આવ્યા.