નાણામંત્રી નિર્મલા સીતારમને ટેક્સ ભરનારને પણ રાહત આપી છે.આજની મહત્વની ઘોષણાઓમાં ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખને 30 નવેમ્બર 2020 સુધી વધારવાની વાત કહેવામાં આવી છે.આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે વિવાદથી વિશ્વાસ સુધી સ્કીમ અંતર્ગત જે કંપનીઓના ટેક્સ વિવાદ ચાલી રહ્યા છે તે 31 ડિસેમ્બર 2020 સુધી કોઈ વ્યાજ વિના ટેક્સ ભરી શકે છે.તેમણે જણાવ્યું હતું કે ઈનકમ ટેક્સમાં ટ્રસ્ટ,એલએલપીને તમામ પ્રકારના પેડિંગ ફંડ તાત્કાલિત ધોરણે આપવામાં આવશે.


