નવી દિલ્હી તા.12 : નવા આવકવેરા પોર્ટલને શરુ કર્યાને આશરે એક માસ જેટલો સમય થઈ ગયો હોવા છતાં આવી રહેલી ટેકનીકલ ખામીઓને નીવારી શકાય નથી.નાણામંત્રીએ પણ બે અઠવાડીયા પુર્વે આ પોર્ટલમાં અનેક બાબતો જેમકે ઈ-પ્રોસેસીંગ તેમજ ડીજીટલ હસ્તાક્ષર પ્રમાણપત્રએ હજુસુધી કામ કરવાનું શરુ કર્યું નથી.કેટલીક વિદેશી કંપનીઓને પણ પોર્ટલમાં લોગીંગમાં સમસ્યા થઈ રહી છે.
આઈટી પોર્ટલમાં આવતી સમસ્યાઓ બાબતે નિર્મલા સીતારમણે 22 જુને ઈન્ફોસીસનાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી.ઈન્ફોસીસે તૈયાર કરેલ આ વેબસાઈટનો હેતુ રિટર્ન માટેનો 63 દિવસનો સમય ઘટાડી એક દિવસ કરવાનો છે.જો કે તેમાં આવતી સમસ્યાઓને કારણે લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે.ટેકસ એકસપર્ટ સીએ રાજેશ વ્યાસે રોષભર્યા સ્વરે કહ્યું કે, તેઓ છેલ્લા વર્ષનું આઈટી રીટર્ન પણ દાખલ નથી કરી શકયા.સાથે જ એસેસમેન્ટ પર 2019-20 અને તેની પહેલાંના વર્ષો માટે ઈન્ટીમેશન નોટીસ પણ ડાઉનલોડ થઈ શકતી નથી. ઈ-પ્રોસેસીંગમાં અનેક સમસ્યાઓ નડે છે.કેટલીક બાબતો દેખાતી નથી અને અપલોડ પણ થતી નથી.વિડીયો ઈન્ડીયાનાં ભાગીદાર અમીત ગણાત્રાએ જણાવ્યું કે, નાણામંત્રીની ઈન્ફોર્મેશન સાથેની બેઠક બાદ સમસ્યાનો ઉકેલ થઈ જશે તેવી આશા હતી.જો કે ત્યારબાદ રાઈટના કામકાજમાં કેટલાંક સુધારા આવ્યાં પરંતુ ટેક સંબંધીત પડકારો તો હજુપણ છે.
ઓનલાઈન સુધારા વિકલ્પ પણ ઉપલબ્ધ નથી તો ડબલ્યુઆઈઆરસીનાં ચેરમેન મનીષ ગાડીયાએ પણ ફરિયાદ કરતા કહ્યું કે, કંપનીનાં મામલામાં ડિજીટલ સિગ્નેચર એટેચ નથી થઈ રહ્યાં. 148 અંતર્ગત રિટર્ન જુની વેબસાઈટનાં ફાઈલ કરવામાં આવ્યા હતા તે હવે નવી વેબસાઈટ દેખાતા નથી.જેથી મોટાભાગનાં ચાર્ટર્ડ એકાઉન્ટને પણ રિટર્ન ફાઈલ કરવામાં તકલીફ થઈ રહી છે.
આ બાબતને પણ અમારા તમામ કામ અટકેલા છે અને ફોર્મ અપલોડ નથી થતા,તેવું જણાવી બંકા એન્ડ બંકાનાં પ્રમુખ પ્રદીપ બંકાએ કહ્યું કે, 30 જૂન સુધીમાં અમારા 50 ટકા રિટર્ન ફાઈલ થઈ જતાં હોય છે પરંતુ નવા પોર્ટલમાં આવતી ટેકનીકલ સમસ્યાને કારણે રિટર્ન ફાઈનલાઈઝ જ નથી થઈ રહ્યું,જેથી રિટર્ન લટકી ગયાં છે.આઈટી પોર્ટલમાં ગરબડો બાબતે ઈન્ફોસીસ તેમજ નાણાં મંત્રાલયને સતત ફરિયાદો મળી રહી છે.

