જકાર્તા, તા. 20 ઓક્ટોબર : ઇન્ડોનેશિયામાં લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને ત્યાંની સરકારે અજાન આપવાના લાઉડસ્પીકરનો અવાજ ઘટાડ્યો છે. ત્યાંના લોકોએ ફરિયાદ નોંધાવતા કહ્યુ હતુ કે તેમને આના કારણે ચીડિયાપણું થઈ રહ્યુ છે.ઈન્ડોનેશિયામાં મુસ્લિમ વસતી લગભગ 21 કરોડ છે.અહીંના નાગરિકોના ફરિયાદને ધ્યાનમાં રાખતા અજાનના લાઉડસ્પીકરનો અવાજ ઓછો કરી દીધો છે.જોકે, આની પહેલા ઈન્ડોનેશિયા મસ્જિદ પરિષદ તરફથી કરવામાં આવી છે.
આ સંબંધમાં ઈન્ડોનેશિયા મસ્જિદ પરિષદનુ કહેવુ છે કે છેલ્લા 6 દિવસમાં ઓછામાં ઓછા 70 હજાર મસ્જિદના લાઉડસ્પીકરની અવાજ ધીમો કરવામાં આવ્યો છે.ભારે અવાજથી પરેશાન લોકોએ ડિપ્રેશન અને ચિડીયાપણાની ફરિયાદ કરી હતી.જે બાદ ઈન્ડોનેશિયા મસ્જિદ પરિષદના અધ્યક્ષ યૂસુફ કાલ્લાએ આ પહેલ કરી.મીડિયા રિપોર્ટ અનુસાર ઈન્ડોનેશિયા મસ્જિદ પરિષદના અધ્યક્ષ યૂસુફ કાલ્લાએ જણાવ્યુ કે વધારે મસ્જિદના લાઉડસ્પીકર્સ ઠીક નહોતા.એવામાં અજાનનો અવાજ મોટો આવે છે.પરિષદે 7 હજાર ટેક્નિશિયનોને આ કામ પર લગાવ્યા.હવે દેશની લગભગ 70 હજાર મસ્જિદના લાઉડ સ્પીકરનો અવાજ ઓછો કરવામાં આવ્યો છે.
યૂસુફનુ કહેવુ છે કે આ માટે કમિટી પણ બનાવવામાં આવી છે. પરિષદના સમન્વયક અજીસનુ કહેવુ છે કે અજાનનો મોટો અવાજ ઈસ્લામિક પરંપરા છે જેથી અવાજ દૂર સુધી જાય.બીજી તરફ જકાર્તાની અલ-ઈકવાન મસ્જિદના ચેરમેન અહેમદ તૌફીકનુ કહેવુ છે કે લાઉડસ્પીકરનો અવાજ ઓછો કરવાનુ કામ પૂરી રીતે પોતાની પહેલ છે.આ વખતે કોઈ દબાણ નાખ્યુ નથી.સામાજિક સૌહાર્દ બનાવી રાખવાના હેતુસર આવુ કરવામાં આવ્યુ.
રિપોર્ટ અનુસાર છેલ્લા કેટલાક સમયથી દેશમાં અજાનના લાઉડ સ્પીકરના ભારે અવાજને લઈને વિરોધમાં સ્વર ઉઠવા લાગ્યા હતા.લોકોએ ઓનલાઈન ફરિયાદ કરી હતી.લોકોનુ કહેવુ હતુ કે લાઉડ સ્પીકરના મોટા અવાજથી તેમના મેન્ટલ હેલ્થ પર ખરાબ અસર પડી રહી છે.તેમને ડિપ્રેશન અને ઉંઘ ના આવવાની મુશ્કેલી પડી રહી છે.
ઈન્ડોનેશિયામાં દુનિયાના કોઈ પણ અન્ય દેશની તુલનામાં મુસલમાનોની એક મોટી આબાદી છે, જેમાં લગભગ 20.29 કરોડ સ્વયંને મુસ્લિમ (2011માં ઈન્ડોનેશિયાની કુલ જનસંખ્યાના 87.2%) તરીકે ઓળખવામાં આવે છે.જનસાંખ્યિકીય આંકડાના આધારે 99% ઈન્ડોનેશિયાઈ મુસ્લિમ મુખ્ય રીતે શનિષ્ઠ સ્કુલના સુન્ની ન્યાયશાસ્ત્રનુ પાલન કરે છે.લગભગ 10 લાખ શિયા અહેમદી મુસલમાન છે.


