દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે,ત્યારે સ્વાસ્થ્ય કર્મીઓ, તબીબો સહિતના લોકો આવા સંકટ સામે એક યોદ્ધાની જેમ લડી રહ્યાં છે,પરંતુ ઈન્દોરના ટાટપટ્ટી બાખલમાં કોરોના સંક્રમિતોની તપાસ કરવા પહોંચેલી સ્વાસ્થ વિભાગની ટીમ પર 1 એપ્રિલના રોજ લોકોએ પથ્થરમારો કર્યો હતો.સ્વાસ્થ્ય કર્મચારીઓ જેમ તેમ કરીને જીવ બચાવીને ભાગ્યા હતા. ઉપદ્રવીઓએ બેરિકેડ્સ પણ તોડી દીધા હતા.
16 કેસ પોઝિટીવ નોંધાયા
જોકે, પોલીસે તેમના વિરુદ્ધ શાસકીય કાર્યમાં અડચણ ઊભી કરવાનો કેસ નોંધી લીધો છે,પરંતુ તે જ વિસ્તારમાં 10 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. સ્વાસ્થય વિભાગે જણાવ્યું છે કે, 3-4 એપ્રિલે જે સેમ્પલ મોકલવામાં આવ્યાં હતાં તેમાંથી 16 કેસ પોઝિટીવ આવ્યા હતાં.આ 16માં થી 10 લોકો ટાટાપટ્ટી બાખલ વિસ્તારના છે.જ્યાં સ્વાસ્થય વિભાગની ટીમ પર પથ્થરમારો થયો હતો. જે કેસ સામે આવ્યા છે તેમાંથી 5 પુરુષ અને 5 મહિલા છે જેમની ઉંમર 29 વર્ષથી 60 વર્ષ સુધીની છે.
દેશમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા વધી
સમગ્રદેશમાં કોરોના વાયરસનો ભરડો ફેલાયો છે.જ્યારે દેશમાં શનિવારે કુલ મૃત્યુઆંક 100ની નજીક પહોંચ્યો છે.જ્યારે ચેપગ્રસ્ત કુલ કેસોની સંખ્યા 3450થી (corona)વધુ થઈ ગઈ છે.દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના અંદાજે 425 નવા કેસ નોંધાયા છે, જ્યારે 6 લોકોનાં મોત નીપજ્યાં હતાં. કોરોના સામેની લડતમાં દેશમાં (corona) અત્યાર સુધીમાં 277 લોકો સાજા થયા છે.