નવી દિલ્હી : અદાણી પ્રોપર્ટીઝ, સુરક્ષા એસેટ રિકન્સ્ટ્રક્શન અને સનટેક રિયલ્ટી સહિત 6 કંપનીઓએ દેવા હેઠળ દબાયેલી HDILને હસ્તગત કરવા માટે રસ દાખવ્યો છે.ઈન્સોલ્વન્સી રેઝોલ્યૂશન પ્રક્રિયા હેઠળ તેને ટેકઓવર કરવામાં આવશે.અદાણી પ્રોપર્ટીઝ અને સુરક્ષા ગ્રુપે અગાઉ જેપી ઈન્ફ્રાટેકની ઈન્સોલ્વન્સી પ્રક્રિયામાં પણ ભાગ લીધો હતો.પરંતુ અંતે તે કંપની સરકાર સંચાલિત NBCCએ હસ્તગત કરી લીધી હતી.
HDIL ઈન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ(આઈબીસી)ની જોગવાઈ મુજબ કોર્પોરેટ ઈન્સોલ્વન્સી રેઝોલ્યૂશન પ્રોસેસ હેઠળ છે.હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (HDIL)એ તેને હસ્તગત કરવાની રેસમાં જે કંપનીઓએ બિડ કરી છે તેની પ્રોવિઝનલ યાદી જાહેર કરી હતી.બિડ માટેની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2020 હતી. 6 કંપનીઓએ આ માટે બિડ કરી છે.
ઈન્ટરનેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની,એન.એસ.સોફ્ટવેર અને હર્ષવર્ધન રેડ્ડીએ પણ HDIL માટે રસ દાખવ્યો હતો,પરંતુ તેમને બિડ માટે લાયક ઠરાવાયા ન હતા.ઈન્ટરનેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીએ આઈબીસીની કલમ 29એ હેઠળ જરૂરી અન્ડરટેકિંગ જરૂરી ફોર્મેટમાં રજૂ કર્યું ન હોવાથી તેને આ માટે 8 ઓગસ્ટ સુધીની મુદ્દત આપવામાં આવી છે.જો તે આ શરત પૂરી કરશે તો તે બિડ માટે લાયક ગણાશે.એન.એસે.સોફ્ટવેર અને હર્ષવર્ધન રેડ્ડી 29 માર્ચ,2019ના રોજ ~500 કરોડની લઘુતમ નેટવર્થ કે ~2000 કરોડની એસેટ અન્ડર મેનેજમેન્ટ કે ~250 કરોડના કમિટેડ ફંડ્સની જરૂરિયાત પૂરી કરી શકી ન હોવાથી તેમને બિડ માટે લાયક ગણવામાં આવી ન હતી.
ઉલ્લેખનીય છે કે હાલમાં HDILના પ્રમોટર રાકેશ વાધવાન અને સારંગ વાધવાન પીએમસી બેન્ક કૌભાંડ કેસમાં જેલમાં છે.


