– ઈરાનની કોર્ટે સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા મામલે આકરી સજા ફટકારી
તેહરાન,
ઈરાનની એક કોર્ટે સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર અહમદ મોઈન શિરાજી અને તેની પત્ની શબનમ શાહરોખીને 16 વર્ષની જેલ અને 74 કોરડા મારવાની સજા ફટકારી છે.ઈરાનની રિવ્યુશનરી કોર્ટે આરોપી દંપતીની ગેરહાજરીમાં આ સજા સંભળાવી છે.અહમદ મોઈન શિરાજી અને તેમની પત્ની શબનમ શાહરોખી વર્ષ 2019માં ઈરાન છોડીને જતા રહ્યા હતા.
શિરાજીએ એપ્રિલમાં એક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, તેની અને તેની પત્ની પર અશ્લીલ અને અશોભનીય પોસ્ટ કરીને સરકારની વિરુદ્ધ પ્રોપેગેન્ડા અને નૈતિક ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે.શિરાજી અને તેની પત્ની હાલ તુર્કીમાં રહી રહ્યા છે.શિરાજીએ જણાવ્યું કે,તેને ડર હતો કે કોર્ટે તેને કોઈપણ રીતે દોષિ જાહેર કરી શકે છે.
શિરાજીએ જણાવ્યું કે,તેઓ તેમના વકીલ દ્વારા કોર્ટના ચુકાદાની વિરુદ્ધ અપીલ કરશે.અગાઉ ઈન્ટેલિજન્સ મિનિસ્ટ્રી અનેક વખત મારી પૂછપરછ કરી ચૂકી છે.મારી પૂછપરછ કરનારાઓએ મારી પત્નીને હિજાબ વગર પોસ્ટ નહીં મૂકવા અને સોશિયલ મીડિયાથી દૂર રહેવા જણાવ્યું હતું.