તેહરાન, તા. 7 : ઈરાનના પરમાણુ કાર્યક્રમના જનક પૈકીના એક મોહસિન ફકરીઝાદેહની હત્યાને લઇને ઇસ્લામિક રેવેલોશન ગાર્ડ કોર્પ્સના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ રમજાન શરીફે સનસનાટીભર્યા દાવો કર્યો છે.
રમજાન શરીફે આરોપ લગાવ્યો કે મોહસિનની હત્યા જે હથિયાર વડે કરવામાં આવી હતી તેનું સંચાલન સેટેલાઇટથી કરવમાં આવી રહ્યું હતું.મોહસીન ઇરાનમાં પરમાણુ કાર્યક્રમ પાછળ મોટું માથુ માનવામાં આવી રહ્યું હતું.
તેહરાને ફખરીજાદેહની હત્યાનો આરોપ ઈઝરાયેલ પર લગાવ્યો હતો.તેમની હત્યાને અંજામ ઇઝરાઇલની જાસુસી સંસ્થા મોસાદે આપ્યો હતો.ત્યાર બાદ તેહરાને ખુલ્લેઆમ ઈઝરાયેલને બદલાની ચેતવણી આપી હતી.કેટલાક ઇરાની અધિકારીઓએ તો મોહસિન ફકરીઝાદેહની હત્યામાં અમેરિકા અને સાઉદી અરેબિયાની સંડોવણી હોવાનું કહીં રહ્યાં છે.
ઇરાન-ઈઝરાયેલ વચ્ચે કટ્ટર દુશ્મની
1979માં ઇરાન ક્રાંતિ બાદથી ઈઝરાયેલને ખત્મ કરવાની માંગ ઉઠતી રહે છે.ઇરાને તો ઈઝરાયેલના અસ્તિત્વ સામે જ વિરોધ છે.ઈરાનના કટ્ટર ધાર્મિક નેતાઓનું કહેવું છે કે ઈઝરાયેલે અયોગ્ય રીતેથી મુસ્લિમ જમીન પર કબ્જો કર્યો છે.તેના કારણે ઈઝરાયેલ પણ ઇરાનને પોતાના માટે સમસ્યા માને છે.ઈઝરાયેલ હંમેશાથી ઇરાનને પરમાણુ શસ્ત્રથી સજ્જ થવાથી વિરોધ કરતું આવ્યું છે.
ક્યારેય નિશાન ચૂકતુ નથી મોસાદ
મોસાદને દુનિયાની સૌથી તેજ ઇન્ટેલિજન્સ એજન્સી માનવામાં આવે છે.એવી ઇન્ટેલિજન્સ એજન્સી જે પોતાનું નિશાન ક્યારેય નથી ચૂકતુ.મોસાદે કેટલાય એવા મિશનને અંજામ આપ્યાં છે જેને સાંભળી દરેક પોતાના માથું ખંજવાળવા લાગે.મોસાદને સફળતાનો ટ્રેક રેકોર્ડ દુનિયાભર માટે પ્રેરણારૂપણ રહ્યો છે.અમેરિકા અને ભારત સહિત દુનિયાની કેટલીય ઇન્ટેલિજન્સ એજન્સીઓ મોસાદની સાથે મળી ટ્રેનિંગ અને કેટલાય ગુપ્ત મિશનને અંજામ આપે છે.ભારત તો પોતાની ઇન્ટેલિજન્સ એજન્સીમાં કામ કરતા અધિકારીઓને ટ્રેનિંગ સુદ્ધા મોસાદ સાથે કરાવે છે.
ઉલ્લેખનીય છે કે ઈરાનના પરમાણુ કાર્યક્રમના જનક પૈકીના એક મોહસિન ફકરીઝાદેહની 27મી નવેમ્બરના રોજ હત્યા થઇ હતી.તેમની કાર પર પર વિસ્ફોટક અને ગોળીબાર દ્વારા હુમલો થયો હતો.