ઈરાને વર્ષ ૨૦૧૭માં દેશમાં થયેલા પ્રદર્શનનોના આરોપમાં એક પત્રકારને ફાંસી આપી છે.પત્રકાર રુહુલ્લા જમના ઓનલાઈન કાર્યથી ૨૦૧૭માં આર્થિક સ્થિતિને લઈને થયેલા પ્રદર્શનમાં મદદ મળી હતી.ઈરાનની સરકારી ટીવી અને સરકારી સમાચાર એજન્સી ઈરનાએ કહ્યું કે જૂનમાં એક કોર્ટે તેમને મોતની સજા ફટકારી હતી.પત્રકારને ‘ધરતી પર ભ્રષ્ટાચાર’નો દોષી ગણવામાં આવ્યો હતો.આ આરોપનો ઉપયોગ અવાર નવાર જાસુસી ઘટના અથવા સરકારના તખ્તા પલટવાના પ્રયાસ મામલે કરવામાં આવે છે.
ઈરાને પત્રકાર રુહુલ્લાહ જમને વર્ષ 2017 માં દેશમાં વિરોધ પ્રદર્શન પ્રસારિત કરવાના આરોપમાં ફાંસી આપી છે.ઈરાનની સરકારી ટીવી અને સરકાર દ્વારા સંચાલિત ન્યૂઝ એજન્સી ઇર્નાએ જણાવ્યું હતું કે શનિવારે સવારે જામને ફાંસી આપવામાં આવી હતી.જૂનમાં એક અદાલતે જમને ફાંસીની સજા સંભળાવી હતી.
જમની વેબસાઇટ અને મેસેજિંગ એપ્લિકેશન ‘ટેલિગ્રામ’ પર બનાવેલી એક ચેનલે પ્રદર્શનના સમય વિશે માહિતી પ્રસારિત કરી હતી અને અધિકારીઓ વિશેની માહિતી પણ આપી હતી, જેમાં ઈરાનના શિયા ધર્મ પ્રત્યક્ષ સીધો પડકાર હતો.જૂનમાં એક અદાલતે જમને ફાંસીની સજા સંભળાવી હતી.તેમને ‘ધરતી પર ભ્રષ્ટાચાર’ (ફસાદ) માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ ચાર્જ ઘણી વખત જાસૂસી કેસોમાં અથવા ઈરાની સરકારને ઉથલાવવાનો પ્રયાસ કરવાના કેસોમાં વપરાય છે.
2017 ના અંતમાં ઈનામાં વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા જે 2009 ના ‘ગ્રીન મૂવમેન્ટ’ ના પ્રદર્શન બાદ ઇરાનમાં સૌથી મોટા પ્રદર્શન હતા.