By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઈલેક્શન ડ્યૂટી પર આવેલા CRPF જવાને પોતાને જ મારી ગોળી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઈલેક્શન ડ્યૂટી પર આવેલા CRPF જવાને પોતાને જ મારી ગોળી
GeneralNational

ઈલેક્શન ડ્યૂટી પર આવેલા CRPF જવાને પોતાને જ મારી ગોળી

HM News
Last updated: 05/03/2022 10:33 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 05 માર્ચ, 2022, શનિવાર : પૂર્વી ઉત્તર પ્રદેશના ચંદોલી જિલ્લામાં વિધાનસભા ચૂંટણી માટે ફરજ પર આવેલા સીઆરપીએફ જવાને પોતાને જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. તાત્કાલિક સીઆરપીએફ અને ચકિયા કોતવાલીની પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.જણાવવામાં આવી રહ્યું છે કે,મૃતક કેરળનો રહેવાસી હતો.

પોલીસની માહિતી અનુસાર જવાનના મોત બાદ તેની બટાલિયન અને પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે.આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું.ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ પણ નથી મળી. તમને જણાવી દઈએ કે,CRPFની A/8 ઓરિસ્સા બટાલિયન કંપનીને ચકિયા કોતવાલી વિસ્તારના સિકંદરપુરની એક કોલેજમાં તૈનાત કરવામાં આવી છે.

ઘટના સમયે તમામ જવાન બેરેકમાં સૂતા હતા

કંપની પર વિધાનસભા ચૂંટણી કરાવવાની જવાબદારી છે.આ જ કંપની સાથે સીઆરપીએફમાં તૈનાત કેરળના કૂન્નૂર જિલ્લાના 38 વર્ષીય વિપિન દાસ પણ આવ્યા હતા.મોડી રાત્રે જમ્યા બાદ તમામ સૈનિકો બેરેકમાં સૂઈ રહ્યા હતા ત્યારે અચાનક ફાયરિંગના અવાજથી લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.તાત્કાલિક લોકો ટેરેસ પર પહોંચ્યા તો તેમણે જોયું કે,વિપિન લોહીલુહાણ હાલતમાં પડેલો હતો.તેઓએ તાત્કાલિક તેની સૂચના ચંદોલી પોલીસને આપી હતી.

CRPF અને ચંદોલી પોલીસ તપાસ કરી રહી છે

બીજી તરફ ચંદોલીના એડિશનલ એસપી ઓપરેશન સુખરામ ભારતીએ જણાવ્યું કે,આ પૂરા કેસની તપાસ સીઆરપીએફ અને ચંદોલી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.CRPF જવાનના મોબાઈલની પણ શોધ કરવામાં આવી રહી છે જેથી કરીને આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણી શકાય.

વેરાવળ : ચાર સંતાનોના પિતાએ 34 વર્ષીય યુવતી સાથે કર્યા નિકાહ, લગ્નના બીજા દિવસે જ થયું એવું કે જાણીને ચોંકી જશો
આ વર્ષે કુલ 12 વખત વધ્યા ભાવ,જાણો કેટલું મોંઘું થયું પેટ્રોલ અને ડીઝલ
કામરેજ તાલુકા પંચાયતના શાસકોએ પૂર્વ હોદ્દેદારોના નામો કાઢી નાખતા વિવાદ
કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી બંને ગુજરાત વિરોધી પાર્ટી : CR પાટીલ
ચીનની બેચેની! ભારતીય મીડિયા વેબસાઇટ્સ પર મૂક્યો પ્રતિબંધ, VPN પણ કર્યા બ્લૉક
Share This Article
Facebook Email Print
Previous Article Ukraine War: મેડિકલ વિદ્યાર્થીઓને રાહત, NMCએ આપી દેશમાં ઈન્ટર્નશિપ પૂરી કરવા મંજૂરી
Next Article રાજકોટઃ અઠવાડિયાના વિરામ બાદ ફરી મુખ્ય માર્ગો પર માર્જિન અને પાર્કિંગ ખુલ્લા કરવા સહિતની ઝુંબેશનો આરંભ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up