By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઈલોન મસ્ક પર યહૂદીઓ વિરુદ્ધ નફરત વધારવાનો આરોપ, વ્હાઇટ હાઉસે કરી સખત નિંદા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઈલોન મસ્ક પર યહૂદીઓ વિરુદ્ધ નફરત વધારવાનો આરોપ, વ્હાઇટ હાઉસે કરી સખત નિંદા
GeneralInternational

ઈલોન મસ્ક પર યહૂદીઓ વિરુદ્ધ નફરત વધારવાનો આરોપ, વ્હાઇટ હાઉસે કરી સખત નિંદા

HM News
Last updated: 18/11/2023 8:33 AM
HM News
2 years ago
Share
SHARE

– સોશિયલ મીડિયા પર યહૂદીઓ વિરોધી સિદ્ધાંતને ઈલોન મસ્કે કાવતરું ગણાવ્યું
– ઈલોન મસ્ક યહૂદી વિરોધી નફરતને પ્રોત્સાહન આપી રહ્યા છે : વ્હાઇટ હાઉસ

અમેરિકા : સ્પેસ એક્સ અને ટેસ્લાના સ્થાપક ઈલોન મસ્કે હાલમાં જ 16 નવેમ્બરના રોજ એક સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી,જેમાં મસ્કે એક યુઝરની યહૂદીઓ વિરુદ્ધની પોસ્ટના જવાબમાં લખ્યું હતું કે, ‘તમે સાચું સત્ય કહ્યું છે.’ ત્યારબાદ વ્હાઇટ હાઉસે શુક્રવારે એક નિવેદન જારી કરીને ઈલોન મસ્કની આ ટિપ્પણીની સખત નિંદા કરી હતી જેમાં મસ્કએ સેમિટિક(યહૂદી) વિરોધી સિદ્ધાંતને કાવતરું ગણાવ્યું હતું.વ્હાઇટ હાઉસે કહ્યું કે, “ઈલોન મસ્ક યહૂદી વિરોધી નફરતને પ્રોત્સાહન આપી રહ્યા છે.” વ્હાઇટ હાઉસના પ્રવક્તા એન્ડ્રુ બેટ્સે કહ્યું કે, “ધિક્કારપાત્ર જૂઠ્ઠાણાનું પુનરાવર્તન સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.”

વ્હાઇટ હાઉસે ઈલોન મસ્કની ટિપ્પણીની કરી ટીકા

વ્હાઇટ હાઉસે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, “અમે યહૂદી વિરોધી અને જાતિવાદી નફરતના આ પ્રોત્સાહનની સખત નિંદા કરીએ છીએ.આ આપણા અમેરિકન મૂલ્યોની વિરુદ્ધ છે.” પ્રવક્તા એન્ડ્રુ બેટ્સે કહ્યું કે, “નફરત સામે તમામ લોકોને એક કરવા અને અમારા સાથી અમેરિકનોની પ્રતિષ્ઠા પર હુમલો કરનાર અથવા અમારા સમુદાયની સલામતી સાથે ચેડા કરનાર કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ બોલવાની અમારી જવાબદારી છે.” ઉલ્લેખનીય છે કે, ઈલોન મસ્કે હાલમાં જ સોશિયલ મીડિયા પર યહૂદીઓ વિરુદ્ધની એક પોસ્ટને સમર્થન આપ્યું હતું.

ઇલોન મસ્કએ એવું તે શું પોસ્ટ કર્યું કે વ્હાઇટ હાઉસે ટીકા કરી ?

ઇલોન મસ્ક જે પોસ્ટ પર ટિપ્પણી કરી હતી તે પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ‘યહૂદીઓ પાસે એક યોજના છે જેના દ્વારા તેઓ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લાવીને શ્વેત લોકોના વર્ચસ્વને નબળું પાડવા માંગે છે.’ આ વિચાર સાથે આવેલા માણસને 2018માં પિટ્સબર્ગમાં સિનાગોગમાં ગોળીબાર કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો જેમાં 11 લોકોના મૃત્યુ થયાં હતા.જેને લઈને વ્હાઇટ હાઉસે કહ્યું કે, “તે અસ્વીકાર્ય છે કે ધિક્કારપાત્ર જૂઠ્ઠાણાનું પુનરાવર્તન કરવામાં આવે.”

મહારાષ્ટ્રમાં જે કંઈ પણ થઇ રહ્યું છે તેમાં શરદ પવારનો જ હાથ : રાજ ઠાકરે
હત્યારા સચિન દિક્ષિતને કોર્ટમાં રૂમમાં કાર્યવાહી દરમિયાન આંખોમાં આંસુ આવ્યા, 14 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર
અમદાવાદના ધોળકામાં ભાજપના યુવા મોરચાના પ્રમુખ વિદેશી દારુ સાથે ઝડપાયા
વર્ષા બંગલો છોડ્યા બાદ ઠેર-ઠેર ઉદ્ધવ ઠાકરેનું શિવસૈનિકોએ સ્વાગત કર્યું
ફેસબુક વિવાદ : FBએ શું ભાજપને ચૂંટણી જીતવામાં મદદ કરી?
Share This Article
Facebook Email Print
Previous Article ગાઝાની અલ શિફા હોસ્પિટલમાં ઈઝરાયેલની સેના ટેન્ક સાથે ઘૂસી, નેતન્યાહુએ કહ્યું- દરેક જગ્યાએ પહોંચીશું
Next Article ગાઝાની અલ-શિફા હોસ્પિટલમાં તબાહી, ICUમાં દાખલ તમામ દર્દીઓનાં મૃત્યુ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up