અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાંકા ટ્રમ્પને પીએમ નરેન્દ્ર મોદી દ્વારા શેર કરવામાં આવેલા યોગ નિદ્રાનો વીડિયો ભારે પસંદ પડ્યો છે. તેમણે આ વીડિયો રિટ્વિટ કરી પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
પીએમ મોદીએ યોગ નિંદ્રા સાથે સંકળાયેલો વીડિયો શેર કર્યો હતો અને લખ્યું હતું કે,જ્યારે પણ મને સમય મળે છે ત્યારે હું સપ્તાહમાં એક કે બે વાર આ યોગ કરૂ છું. વડાપ્રધાન મોદીએ આ વીડિયો કોરોના વાયરસના સંકટ વચ્ચે દેશવાસીઓને સ્વસ્થ્ય રહેવા માટે પ્રેરિત કરવાના હેતુથી શેર કર્યો હતો.પીએમ મોદીના આ વીડિયો પર ઈવાંકાએ ‘ટુગેધર અપાર્ટ’ હેશટેગ સાથે રિટ્વિટ કર્યો, આ અદભુત છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તમારો ખુબ ખુબ આભાર.
શું હતું પીએમ મોદીનું ટ્વિટ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે સવારે એક ટ્વિટ કર્યુ હતું, જેમાં લખ્યું હતું કે – જ્યારે પણ મને તક મળે છે,ત્યારે ત્યારે હું સપ્તાહમાં એક કે બે વાર યોગ નિંદ્રાનો અભ્યાસ કરૂ છું.આ મનને સંપૂર્ણ પણે રિલેક્ષ કરી દે છે.તણાવ અને અવસાદ ઘટાડે છે. તમને ઈન્ટરનેટ પર યોગ નિંદ્રાના અનેક વીડિયો મળશે. હું હિંદી અને અંગેજીમાં એક વીડિયો શેર કરી રહ્યો છું. ત્યાર બાદ પીએમ મોદીએ યોગ નિંદ્રાનો વીડિયો શેર કર્યો હતો. જેને ઈવાંકા ટ્રમ્પે ખુબ વખાણ્યો હતો.
ઉલ્લેખનીય છે કેમ ઈવાંકા ગત મહિને પોતાના પિતા અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ સાથે ભારતના પ્રવાસે આવ્યા હતાં. અહીં તેમણે ગુજરાતના અમદાવાદ ખાતે મોટેરા સ્ટેડિયમમાં આયોજીત કરવામાં આવેલા નમસ્તે ટ્રમ્પમાં ભાગ લીધો હતો અને તાજ મહેલના દર્શન પણ કર્યા હતાં.