– મુળ રાજસ્થાન ના યુવાનને તેના બે મિત્રો અફીણ આપી ગયા હતા તેનું છૂટક વેચાણ કરતો હતો
બારડોલી : સુરત જિલ્લા એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસોએ કામરેજ તાલુકાના ઉંભેળ ગામની સીમમાં આવેલ રૉયલ એવન્યુ એપાર્ટમેન્ટ માંથી 1.034 કિલો અફીણ જેની કિંમત 1.3 લાખ સાથે મુળ રાજસ્થાન ના એક યુવાન ને પકડી લઈ રાજસ્થાનથી અફીણ આપી જનાર અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના એસ.ઓ.જી પીઆઇ આનંદ બ્રહ્મભટ્ટએ જિલ્લા પોલીસ વડાની સુચનાના આધારે સ્ટાફને જિલ્લામાં નાર્કોટિક્સ ના કેસ શોધી કાઢવા માટે જણાવ્યુ હતું આ અંગે સ્ટાફ ના માણસોએ તપાસ શરૂ કરી હતી આ દરમિયાન એસ.ઓ.જી માં ફરજ બજાવતા હે.કો રોહિત તેમજ રાજેશને બાતમી મળી હતી કે કામરેજ તાલુકાના ઉંભેળ ગામે આવેલ રૉયલ એવન્યુ વિંગ 2 માં પેહલા માળે ફ્લેટ નંબર 102 માં રેહતા જોગરામ રાજપુરોહીત અફીણ નો વેપાર કરે છે બાતમીના આધારે એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસોએ રેડ કરતા જોગરામ મસરારામ ઉર્ફે મીસરાજી રાજપુરોહિત ને તેમના ઘરેથી પકડી લીધો હતો પોલીસે તેમની પાસેથી 1.034 કીલો અફીણ કબજે લીધું હતું પોલીસની પ્રાથમિક પુછતાછ માં તેમણે જણાવ્યુ હતુ આ અફીણ તેને રાજસ્થાન માં રેહતા તેનમાં બે મિત્રો મોહન બિશ્ર્નોઇ અને કૈંલાશ બિશ્ર્નોઇ રાજસ્થાન પાસિંગની એક સફેદ રંગ ની બ્રેઝા ગાડીમાં અફીણ આપી ગયા હતા પોલીસે તેની ધરપકડ કરી તેની પાસેથી -1.03 લાખ નું અફીણ મોબાઈલ ફોન રોકડ મળી 1.11 લાખનો મુદ્દામાલ કબજે કરી મોહન અને કૈલાશ ને વોન્ટેડ જાહેર કર્યો છે