અમદાવાદ શહેરમાં છેલ્લા એક વર્ષમાં ડ્રગ્સની હેરાફારીના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળ્યો છે.ત્યારે શહેરમાં એક વર્ષમાં 3500 કરોડથી વધારેની કિંમતનો ડ્રગ્સ ઝડપાયો છે.જેમાં કફ સીરપની 6916 બોટલ સાથે 116 લોકોને જેલ હવાલે કર્યા છે. આ સાથે 308 કિલો હિરોઈન અને ત્રણ કરોડની કિંમતનું કેટામાઇન હાઇડ્રોક્લોરાઇડ ઝડપી પાડવામાં આવ્યું છે.
એનસીઆરબીના આંકડા મુજબ, એટીએસે ગત 12 જુલાઈના રોજ 75.300 કિલોનું હેરોઇન ઝડપી પાડ્યું હતું જેની કિંમત 376 કરોડની હતી.પરતું આટલા મોટા ડ્રગ્સમાં કોઈ પણ આરોપીની ધરપકડ કરવામાં આવી ન હતી.મેફેડ્રોન,હેરોઇન,કફસીરપ ઉપરાંત 27 લાખની કિંમતનો 268 કિલો ગાંજો, 5.72 લાખ કિંમતના 57 ગ્રામ સ્ફટિકમય પદાર્થો, 6 લાખની કિંમતનું 4 કિલો ચરસ, 422 કરોડની કિંમતનું કુલ 60 કિલો મેથામ્ફેટામાઇન પણ જપ્ત કરાયું છે.
શહેરમાં ગત વર્ષ 2022માં અને માર્ચ 2023 સુધીમાં 1600 કરોડ રૂપિયાની કિંમતનું 307.83 કિલો મેફેડ્રોન ડ્રગ્સ સાથે 41 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે.ત્યારે ગુજરાત એટીએસએ ગત વર્ષ 16 ઓગસ્ટના રોજ અમદાવાદમાંથી 225 કિલો એમડી ડ્રગ્સ સાથે છ લોકોને ઝડપી પાડ્યા હતા.ત્યારે આપણે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સૌથી વધારે નશીલો પદાર્થ પકડવામાં આવ્યો હોય તો તે હેરોઇન છે.માર્ચ 2023 સુધીમાં અમદાવાદમાંથી 1541 કરોડની કિંમતનું કુલ 308.28 કિલો હેરોઇન પકડી 38 લોકોની ધરપકડ કરાઈ છે.એપ્રિલ 2022માં 56 કિલો,જૂનમાં 48 કિલો,જુલાઈમાં 75 કિલો,સપ્ટેમ્બરમાં 39 કિલો,ઓક્ટોબરમાં 50 કિલો અને ડિસેમ્બરમાં 40 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, શહેરમાં હજુ પણ મોટાભાગના વિસ્તારોમાં એમડી સહિત દારુના ધંધાઓ બેફામ ચાલી રહ્યા છે.


