ગાજીપુર : મુખ્તાર અંસારી ગેંગ વિરુદ્ધ યોગી સરકારની કાર્યવાહી સતત ચાલું છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગેંગ લીડર મુખ્તાર અંસારીની પત્ની અને સાળાની ગાજીપુરના સૈયદવાડામાં આવેલા બંગલાને જપ્ત કરવાની કાર્યવાહી કરાઈ છે.આ ઉપરાંત લખનઉના ગોમતીનગર સ્થિત ફ્લેટને જપ્ત કરવા જિલ્લા પોલીસની ટીમે કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે માફિયાઓ વિરુદ્ધ ચાલી રહેલાં અભિયાન હેઠળ જિલ્લા કલેક્ટર એમ.પી.સિંહે 2 ઓગષ્ટના રોજ ગેંગસ્ટર એક્ટની કલમ 14-1 હેઠળ આઈએસ 191 ગેંગના લીડર મુખ્તાર અંસારીની પત્ની આફશા અંસારી તથા સાળા સરજીલ રઝાની લગભગ 2.18 કરોડની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ કર્યો હતો.આ આદેશના અનુસંધાનમાં ગાજીપુરના સૈયદવાડા સ્થિતિ બંગલો(અંદાજીત કિંમત 1.18 કરોડ) જપ્ત કરવાની કાર્યવાહી કરાઈ છે.આ ઉપરાંત લખનઉ સ્થિત 1 કરોડની કિંમતના મકાનને જપ્ત કરવા પોલીસે પહોંચી છે.જિલ્લા પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર મુખ્તાર અંસારીને પકડમાં લીધો અને હવે તેની પત્ની અને સાળા પર કાનૂની સકંજો મજબૂત બનાવ્યો છે.પોલીસના કહેવા અનુસાર કુખ્યાત ગેંગ આઈએસ-191ના લીડર મુખ્તાર અંસારીની પત્ની આફ્શાં અંસારી,તેના સાળા સરજીલ રઝા તથા અનવર શાહજાદ સંગઠિત ગુનાહિત ગેંગના રુપમાં કામ કરે છે.

