સોનભદ્ર,તા.૨૦
ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં ત્રણ હજાર ટન સોનું મળી આવ્યું છે. આ સોનું જમીનની નીચે દબાયેલું છે. રાજ્યના ખાણકામ વિભાગે સોનાની શોધ કરી છે. ટૂંક સમયમાં આ સોનું કાઢવાનું કામ શરૂ કરવામાં આવશે. ભારતના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (જીએસઆઈ) ની ટીમ છેલ્લા ૧૫ વર્ષથી અહીં કાર્યરત છે. ટીમે આઠ વર્ષ પહેલા જમીનની અંદર સોનાની પુષ્ટિ કરી હતી. યુપી સરકારે હવે તેજી બતાવતા સોનાના વેચાણ માટે ઇ-ઓક્શન પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
જણાવી દઈએ કે વર્ષ ૨૦૦૫ થી જીએસઆઈની ટીમ સોનું શોધવાનું કામ કરી રહી હતી. ઉંડા અભ્યાસ બાદ ટીમે સોનભદ્રમાં સોનું હોવાની વાત કહી હતી અને વર્ષ ૨૦૧૨ માં તેની પુષ્ટિ કરી હતી. ટીમે કહ્યું હતું કે સોનભદ્રની પહાડીઓમાં સોનું હાજર છે. જી.એસ.આઈ. અનુસાર, હરદીક્ષેત્રમાં ૬૪૬.૧૫ કિલોગ્રામ સોનાનો ભંડાર છે, જ્યારે સોન પહાડીમાં ૨૯૪૩.૨૫ ટન સોનાનો સંગ્રહ છે.
યુપી સરકારે તેજી બતાવી ગોલ્ડ બ્લોકની ફાળવણી સંદર્ભે પ્રક્રિયા શરૂ કરી છે. જણાવી દઈએ કે સોનભદ્રના કોન ક્ષેત્રના હરદી ગામ અને મહુલી ક્ષેત્રના સોન પહાડીમાં સોનાનો મોટો ભંડાર મળવાની પુષ્ટિ થઈ છે. ઇ-ટેન્ડરિંગના માધ્યમથી બ્લોકની હરાજી માટે સરકારે સાત સભ્યોની ટીમ પણ બનાવી છે. આ ટીમ આખા ક્ષેત્રને જીઓ-ટેગિંગ કરશે અને ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધીમાં ભૂ તત્વ અને ખાણકામ નિયામક, લખનઉને તેનો રિપોર્ટ સોંપશે.
ઉત્તરપ્રદેશના સોનભદ્રમાં ત્રણ હજાર ટન સોનું મળ્યું
Leave a Comment