By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઉત્તરપ્રદેશના હાથરસમાં નેતાની ફેક્ટરીમાં ગધેડાની લાદમાંથી મસાલાનું ઉત્પાદન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઉત્તરપ્રદેશના હાથરસમાં નેતાની ફેક્ટરીમાં ગધેડાની લાદમાંથી મસાલાનું ઉત્પાદન
GeneralNational

ઉત્તરપ્રદેશના હાથરસમાં નેતાની ફેક્ટરીમાં ગધેડાની લાદમાંથી મસાલાનું ઉત્પાદન

HM News
Last updated: 17/12/2020 6:08 AM
HM News
5 years ago
Share
SHARE

– લાલ મરચું, ધાણા પાવડર, હળદર વગેરેનો 300 કિલો જથ્થો જપ્ત

હાથરસ : ઉત્તરપ્રદેશના હાથરસમાં પોલીસે નકલી મસાલા બનાવતી ફેકટરી પકડી પાડી છે.આ ફેક્ટરીમાં ગધેડાની લાદ,એસિડ અને ભૂસામાં રંગ ભેળવીને મસાલો તૈયાર કરવામાં આવતો હતો.નવીપુર વિસ્તારમાં ચાલી રહેલી આ ફેક્ટરીના માલિક અનૂપ વાર્ષ્ણેયની ધરપકડ કરવામાં આવી છે.અનુપ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 2002માં બનાવેલાં સંગઠન હિંદૂ યુવા વાહિની મંડળના સહપ્રભારી છે.

અધિકારીઓના કહેવા અનુસાર જે લોકેશન પર અનૂપ ફેકટરી ચલાવી રહ્યો હતો તેની મંજૂરી લીધી નહતી અને રજીસ્ટ્રેશન પણ કરાવ્યું નહતું.અનૂપે લાયસન્સ લેવાની કોશિશ કરી હતી પરંતુ સરકારે શરતો પૂર્ણ ન કરવાને પગલે લાયસન્સ ઈશ્યૂ કર્યું નહતું.જોઈન્ટ મેજીસ્ટ્રેટ પ્રેમ પ્રકાશ મીનાએ કહ્યું કે ફેક્ટરીથી 300 કિલો નકલી મસાલો જપ્ત કરવામાં આવ્યો છે.આ મસાલાના પેકેટ્સ પર લોકલ બ્રાન્ડનું નામ લખેલું હતું.તપાસ ટીમના દરોડા દરમિયાન કેટલોક એવો સામાન મળ્યો છે જેનાથી મસાલો તૈયાર કરવામાં આવતો હતો.મસાલામાં ગધેડાની લાદ,એસિડ અને ભૂસા તથા હાનિકારક રંગોનો ઉપયોગ કરવામાં હતો.ઘટના સ્થળથી કેટલાક ડ્રમ એસિડથી ભરેલાં મળી આવ્યા છે.

અધિકારીઓના કહેવા અનુસાર જે ભેળસેળયુક્ત મસાલો મળ્યો છે,એમાં ધાણા પાઉડર,લાલ મરચાનો પાઉડર,હળદર અને ગરમ મસાલા છે.તપાસ ટીમે તમામ મસાલા જપ્તા કરી અને તેના 27 સેમ્પલ તપાસ અર્થે લેબોરેટરી મોકલ્યા છે.રિપોર્ટ આવ્યા બાદ ફેક્ટરી સંચાલક વિરુદ્ધ ખાદ્ય સુરક્ષા અને માપદંડ કાનૂન 2006 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.પોલીસના કહેવા અનુસાર ફેક્ટરી માલિક અનૂપ વાર્ષ્ણેયને સીઆરપીસીની કલમ 151 હેઠળ પકડી લેવામાં આવ્યો છે.અનૂપને પોલીસે જ્યુડિશિલય કસ્ટડીમાં ધકેલી દીધો છે.અધિકારીઓના કહેવા અનુસાર જે લોકેશન પર અનૂપ ફેકટરી ચલાવી રહ્યો હતો તેની મંજૂરી લીધી નહતી અને રજીસ્ટ્રેશન પણ કરાવ્યું નહતું.અનૂપે લાયસન્સ લેવાની કોશિશ કરી હતી પરંતુ સરકારે શરતો પૂર્ણ ન કરવાને પગલે લાયસન્સ ઈશ્યૂ કર્યું નહતું.

અંબાણી કેસ : મનસુખે મુખ્યમંત્રીને પોલીસ હેરાનગતિની ફરિયાદ કરી હતી
ગુજરાતની આ “નાનકી”ના શબ્દો સાંભળી PM મોદી થયા ખુશખુશાલ
સુરતના માથાભારે અશરફ નાગારીને કરાયો તડીપાર
નૂહમાં સરકારના બુલડોઝર પર હાઇકોર્ટની બ્રેક, ગુરૂગ્રામમાં ફરી હિંસા
વડોદરા : SOG PI દેસાઈના ગુમશુદા પત્ની સ્વીટી પટેલને શોધવા કોંગી નેતાનું નામ આવ્યું ચર્ચામાં
Share This Article
Facebook Email Print
Previous Article જો આમ થશે તો સંસ્કૃત રાષ્ટ્રીય ભાષા જાહેર થઇ જશે ,સુપ્રીમ કોર્ટમાં પિટીશન
Next Article ગોંડલ સબજેલને “જલસા જેલ” બનાવવાના ગુનામાં વોન્ટેડ જેલર ડી.કે.પરમારને ગોંડલ સિટી પોલીસે ઝડપી પાડ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up