Wednesday, April 23, 2025
🌤️ 35.9°C  Surat
Breaking News
TRENDING NEWS

ઉત્તરાખંડ,ગોવા,ઉ.પ્ર.ની ૫૫ વિધાનસભા બેઠકો માટે આજે મતદાન

Table of Content

– ઉત્તરાખંડ અને ગોવાની તમામ બેઠકો જ્યારે ઉ.પ્ર.માં બીજા તબક્કાનું મતદાન
– મુખ્ય પ્રધાનો પ્રમોદ સાવંત અને પુષ્કર સિંહ ધામી,પૂર્વ મુખ્ય પ્રધાન હરિશ રાવત જેલમાં બંધ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનનું ભાવિ ઇવીએમમાં સીલ થશે

પણજી / દેહરાદૂન/ લખનઉ, તા. ૧૩ : સોમવારે ગોવા અને ઉત્તરાખંડની તમામ વિધાનસભા બેઠકો અને ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કા હેઠળ ૫૫ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે.સોમવારે જે વરિષ્ઠ નેતાઓનું ભાવિ ઇવીએમમાં સીલ થશે તેમાં મુખ્ય પ્રધાનો પ્રમોદ સાવંત અને પુષ્કર સિંહ ધામી,પૂર્વ મુખ્ય પ્રધાન હરિશ રાવત જેલમાં બંધ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનનો સમાવેશ થાય છે.

ગોવાની તમામ ૪૦ વિધાનસભા બેઠકો માટે કુલ ૩૦૧ ઉમેદવારો મેદાનમાં છે. ૧૧ લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.ઉત્તરાખંડની તમામ ૭૦ બેઠકો માચે ૧૫૨ અપક્ષ સહિત કુલ ૬૩૨ ઉમેદવારો મેદાનમાં છે.આવતીકાલે ૮૧ લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

બંને રાજ્યોમાં ફક્ત મહિલાઓ માટેના જ ૧૦૦ મતદાન મથકોની રચના કરવામાં આવી છે.ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કા હેઠળ આવતીકાલે ૫૫ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે.આ ૫૫ બેઠકો માટે કુલ ૫૮૬ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.૫૫ વિધાનસભા બેઠકોમાં સહરાનપુર,બિજનોર,મુરાદાબાદ,સંભલ,રામપુર,અમરોહા,બુદાયુ,બરેલી અને શાહજહાંપુરની બેઠકોનો સમાવેશ થાય છે.

ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર ત્રણેય રાજ્યોમાં કોરોનાના સંદર્ભમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.ઉત્તરાખંડમાં મતદાનનો સમય સવારે આઠ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીનો છે.અહીં કુલ ૧૧,૬૯૭ મતદાન મથકોની રચના કરવામાં આવી છે.ઉત્તરાખંડ રાજ્યની રચના પછી પાંચમી વખત વિધાનસભા ચૂંટણી થઇ રહી છે.

ઉત્તરાખંડની ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૭૦માંથી ૫૭ બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને ફક્ત ૧૧ બેઠકો મળી હતી.આ વખતે આમ આદમી પાર્ટી ઉત્તરાખંડની તમામ ૭૦ બેઠકો પર ચૂંટણી લડી રહી છે.

ઉલ્લેખનીય છે કે પાંચેય રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓની મતગણતરી એક સાથે ૧૦ માર્ચે કરવામાં આવશે.૨૦૧૭ની ગોવા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ૧૭ અને ભાજપને ૧૩ બેઠકો મળી હતી. આ વખતે આમ આદમી પાર્ટી ગોવામાં પણ ચૂંટણી લડી રહી છે.ગત વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની ૫૫ બેઠકોમાંથી ભાજપને ૩૮, સપાને ૧૫ અને કોંગ્રેસને બે બેઠકો મળી હતી.

HM News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

Recent News