ઉત્તરાખંડ દૂર્ઘટનામાં મૃતકોનો આંકડો 14 પર પહોંચ્યો છે.તપોવન સુરમાં રેસ્કયૂ ઓપરેશન ચાલી રહ્યું છે.
ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવાનો મામલો
અત્યાર સુધી 14 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા
10 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હોવાની સત્તાવાર માહિતી
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં નીતિ ઘાટીમાં રેણી ગામમાં ઋષિ ગંગાના ઉદગમ સ્થાન નજીક ગઇકાલે સવારે 9.15 વાગે ગ્લેશિયરનો એક ભાગ તૂટીને ઋષિગંગામાં પડી ગયો હતો. જે બાદ નદીમાં ભારે પૂર આવ્યું હતું.
તપોવન સુરંગની પાસે ફરી ઓપરેશન
સોમવારે સવારે એકવાર ફરી તપોવન સુરંગની પાસે રેસ્કયૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે. અહી મોટા મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી મોટા પથ્થરો વગેરે હટાવી શકાય. ચમૌલી પોલીસના અનુસાર અત્યાર સુધીમાં 14 મૃતદેહ અલગ-અલગ સ્થાનો પરથી પ્રાપ્ત થયા છે. જ્યારે સુરંગમાં કુલ 15 લોકોનું રેસ્કયૂ કરવામાં આવ્યું છે.
ભારતીય વાયુસેના પણ બચાવ કાર્યવાહીમાં જોડાયું
ભારતીય વાયુસેના પણ હાલ બચાવ કાર્યવાહીમાં જોડાયું છે.વાયુસેના દ્વારા દહેરાદુન થી જોશીમઢ સુધી બચાવ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ઉત્તરાખંડના ચમૌલીમાં ગ્લેશિયર તૂટવાનો મામલે રાહત કાર્યમાં જોડાયાં છે.સંપર્ક વિહાણા ગામડાઓમાં રાશન પહોંચાડવામાં આવશે.
અત્યાર સુધીમાં 170 લોકો લાપતા
રેસ્કુય ઓફરેશનમાં જોડાયેલી ITBPની ટીમ મુજબ એક સુરંગમાં અંદાજે 30 લોકો ફસાયેલા છે.300 જવાનો ટનલ સાફ કરવામાં લાગ્યાં છે.સ્થાનિક તંત્રના જણાવ્યાં મુજબ અંદાજે 170 લોકો લાપતા છે.ગત દિવસ 12 લોકોને બચાવામાં આવ્યાં છે,આ એક બીજી ટનલ હતી.
વધી રહ્યું જળસ્તર
SDRFના જણાવ્યાં મુજબ અલકનંદનું જળસ્તર વધી રહ્યું છે.ટનલવાળા વિસ્તારમાં જ્યાં દોલી ગંગા મળે છે ત્યાં જળસ્તર વધ્યું છે.ચમોલી પોલીસના અધીક્ષક યશવંત સિંહા ચૌહાણના આદેશઅનુસાર પોલીસ દ્વારા નદીના આસપાસ વિસ્તારોમાં રહેતા લોકોને અલર્ટ કરવામાં આવ્યાં છે.
ઋષિ્ગંગા પ્રોજેક્ટને થયું ભારે નુકસાન
આ જળપ્રલયથી નદી પર બનાવાયેલા 13 મેગાવોટના ઋષિગંગા જળ વિદ્યુત પરિયોજના સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગઈ.જ્યારે NTPCની તપોવનમાં 500 મેગાવોટની નિર્માણાધીન તપોવણ-વિષ્ણુગાડ જળ વિદ્યુત પરિયોજનાને પણ ભારે નુકસાન થયું છે. બન્ને પરિયોજનામાં કામ કરતા 155થી વધુ શ્રમિક અને સ્થાનિક લોકો ગુમ થયાની આશંકા છે.
10 લોકના મૃતદેહ મળ્યાં
અત્યાર સુધી 10 લોકોના મૃતદેહ મળ્યા છે.જ્યારે સુરંગમાંથી 16 કર્મચારી સહિત 25 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.કુદરતી હોનારતની જાણ થતાં જ ITBP,BRO,NDRF અને SDRFની ટીમને બચાવવામાં જોતરાઈ છે.નૌસેના પણ શોધખોળમાં જોતરાઈ છે.. કુદરતી હોનારતથી 4 હજાર કરોડથી વધુનું નુકસાન થયું છે.

