By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઉત્તરાયણ પહેલા ધારદાર દોરાથી સુરતના વધુ એક યુવકનું ગળુ ચીરાયું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > ઉત્તરાયણ પહેલા ધારદાર દોરાથી સુરતના વધુ એક યુવકનું ગળુ ચીરાયું
GeneralSurat

ઉત્તરાયણ પહેલા ધારદાર દોરાથી સુરતના વધુ એક યુવકનું ગળુ ચીરાયું

HM News
Last updated: 19/12/2022 10:38 AM
HM News
3 years ago
Share
SHARE

ઉતરાયણના પર્વને હજી 25 દિવસ જેટલો સમય બાકી છે જો કે તે પહેલા જ ધારદાર દોરીથી અકસ્માતના બનાવો સામે આવવા લાગ્યા છે.સુરતમાં પતંગના દોરાને કારણે એક થોડા દિવસ અગાઉ એડવોકેટનું ગળુ કપાયું હતું જેમને સમયસર સારવાર મળતા તેમનો જીવ બચ્યો હતો.ત્યારે ફરીવાર પાંડેસરા વિસ્તારમાં પતંગના દોરાથી પરિવાર સાથે બાઈક પર જતા યુવકનું ગળું કપાયું છે.આ ઘટનામાં યુવકની પત્નીને પણ ઈજા પહોંચવા પામી છે.

ગતરોજ સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતો બબલુ નામનો વ્યક્તિ તેમના પત્ની અને બે પુત્રી સાથે પિયુષ પોઇન્ટ પાસેથી બાઈક પર પસાર થઈ રહ્યા હતા.તે દરમિયાન અચાનક બબલુના ગળાના ભાગે પતંગનો દોરો આવ્યો હતો.અને તેને કારણે બબલુના ગળા પર ગંભીર ઈજા પહોંચી હતી.તો બીજી તરફ પતંગ ના દોરાથી પતિને બચાવવા જતા તેની પત્નીને પણ હાથમાં દોરો ઘસાતા ઈજા થઈ હતી.જોકે આ ઘટના બાદ પણ સાવચેતીપૂર્વક યુવકે બાઇક સાઈડ કરી દેતા તેમની પુત્રીઓને કોઈ ઈજા પહોંચી ન હતી.ઘટનાને પગલે તાત્કાલિક આ અંગે 108 ને જાણ કરાતા એમ્બ્યુલન્સ મારફતે બબલુ ને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે ઉતરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે.પરંતુ તે પહેલાજ સુરતમાં પતંગ રસીયાઓએ રજાના દિવસો અથવા તો સાંજના સમયે પતંગ ચગાવવાનું શરૂ કરી દીધું છે.ત્યારે પતંગના દોરાને કારણે અનેક વખત અકસ્માતો સર્જાતા રહે છે તો કેટલાક કિસ્સાઓમાં લોકોના જીવ જવાના બનાવો પણ સામે આવ્યા છે.ત્યારે હાલમાં ઉતરાણ પહેલા જ પતંગના દોરાને કારણે અત્યાર સુધીમાં બે લોકોના ગળા કપાયા છે.ત્યારે તહેવાર પહેલાજ સુરતમાં પતંગના દોરાને કારણે અકસ્માતની ઘટના બનતા ધારદાર દોરાનો ઉપયોગ ન કરવા અને સાવચેતી પૂર્વક વાહન ચલાવવા માટે સુરત પોલીસ અને તબીબો દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવતી હોઈ છે.

ડાંગના સુબિરમાં મંજૂર થયેલું પિકઅપ બસસ્ટેન્ડ ભ્રષ્ટાચારમાં ગાયબ
લોકડાઉનનો સદ્ઉપયોગ : ત્રણ મહિનામાં કર્યાં 350 ઓનલાઈન કોર્સ
સરકાર કાર્ગો અને યાત્રી જહાજોની અવરજવર માટે ૨૩ નદીઓની સિસ્ટમ વિકસિત કરશે
ટ્રમ્પના સમર્થકોનો સંસદભવન પર હલ્લોઃવોશિંગ્ટન-ડીસીમાં કર્ફ્યૂ
ઓસ્ટ્રિયાના નેશનલ મેપ ઓફ ઇસ્લામનો વિવાદ ભડક્યો, તુર્કીનો આક્રમક વિરોધ
Share This Article
Facebook Email Print
Previous Article રાજ્યમાં 10 વર્ષ બાદ લાગુ થશે ઈમ્પેક્ટ ફી કાયદો, નિયમ આધીન અનધિકૃત બાંધકામ નિયમિત થઈ શકશે
Next Article લો બોલો ! હવે આ મંદિરમાં મહાદેવ પર જળાભિષેક કરવા ચાર્જ નક્કી કરાતા વિવાદ સર્જાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up