ઉત્તર કર્ણાટકના ગડગ જિલ્લામાં લિંગાયત મઠમાં મુસ્લિમ યુવકને મુખ્ય પૂજારી બનાવાશે..!!

HM News
1 Min Read

ગડગ,તા.૨૦
ઉત્તર કર્ણાટકના ગડગ જિલ્લામાં સ્થિત એક લિંગાયત મઠમાં મુસ્લિમ યુવકને મુખ્ય પૂજારી બનાવવામાં આવશે, લિંગાયત મઠે પરંપરા તોડતા મુસ્લિમ યુવક દીવાન શરીફ રહમાનસાબ મુલ્લાને પૂજારી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૩૩ વર્ષના દીવાન શરીફ ૨૬ ફેબ્રુઆરીએ લિંગાયત મઠના પૂજારી તરીકે શપથ લેશે.
આ મઠ કલબુર્ગીના ખજુરી ગામના ૩૫૦ વર્ષ જૂના કોરાનેશ્વર સંસ્થાન મઠ સાથે જોડાયેલો છે. આ મઠ માટે વર્ષો પહેલાં શરીફના પિતાએ બે એકર જમીન દાનમાં આપી હતી. દીવાન શરીફે કહ્યું તે નાનપણથી જ ૧૨મી સદીના સુધારક બસવન્નાની શિક્ષાઓથી પ્રભાવિત રહ્યાં છે. તેઓ સામાજિક ન્યાય અને સદ્બાવનાની સાથે તેમના આદર્શો પર કામ કરશે. મઠના તમામ લોકોએ દીવાન શરીફને પૂજારી બનાવવાનું સમર્થન આપ્યું છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *