સાપુતારા : ડાંગ જિલ્લાના ઉત્તર ડાંગ વન વિભાગના ડી.સી.એફ ડી.એન.રબારીના માર્ગદર્શન હેઠળ લવચાલી રેંજના આર.એફ.ઓ. અર્ચનાબેન જે. હિરાની ટીમે તેમની રેંજના કાર્યક્ષેત્રમાં લાકડા ચોરી થતા હોવાની બાતમીના આધારે કોટબા તથા ગાયગોઠણ વચ્ચે મુખ્ય રસ્તાની જમણી બાજુ રી.ફો.કે.નં.-૧૧૯ માં સાગી ઝાડ-૬ નંગ-૨૮ ઘ.મી.-૫.૩૦૬ જે મુદ્દા માલની કિંમત-૧૯૧૮૬૦– મળી આવેલ જે સ્થળ નજીક ગુનેગારની તપાસમાં વોચ ગોઠવતા શંકાસ્પદ ઈસમો (૧) કિશનભાઈ ગુલસીંગભાઈ પવાર ૨હે ભવાનદગડ (૨) મહેન્દ્રભાઈ ઈન્દરભાઈ પવાર રહે ઘોડી હોન્ડા લીયો મોટર સાઈકલ નંબ૨જી.જે.૩૦.બી.૯૦૮૧ જેની કિંમત-૨૦૦૦૦– આમ કુલ મુદ્દામાલની કિંમત–૨૧૧૮૬૦– મળી આવતા જેઓની શંકાની આધારે અટક કરવામાં આવેલ અને વધુ તપાસમાં એમણે ગુનાની કબુલાત કરેલ છે.તથા અન્ય દશથી બાર ઈસમો ભાગી છુટેલ છે.જેઓની તપાસ ચાલુ છે.