By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઉત્તર પ્રદેશમાં છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર 55 ટકા મતદાન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઉત્તર પ્રદેશમાં છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર 55 ટકા મતદાન
GeneralNational

ઉત્તર પ્રદેશમાં છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર 55 ટકા મતદાન

HM News
Last updated: 04/03/2022 5:34 AM
HM News
3 years ago
Share
SHARE

– ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં રૂ. 328 કરોડની રોકડ, દારૂ અને ડ્રગ્સ જપ્ત સાત માર્ચે સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન : 10 માર્ચે પરિણામ
– જ્યારે ચૂંટણીવાળા પાંચ રાજ્યોમાં અત્યાર સુધીમાં કુલ રૂ. 1039 કરોડની રોકડ,દારૂ અને ડ્રગ્સ પકડાયું મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અજયકુમારનું ભાવિ ઇવીએમમાં સીલ

લખનઉ : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા હેઠળ આજે 55 ટકા મતદાન થયું હતું. દસ જિલ્લાની 57 બેઠકો માટે આજે થયેમલા મતદાનમાં કુલ 676 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયું છે.

જે અગ્રણી નેતાઓનું ભાવિ આજે ઇવીએમમાં સીલ થયું છે તેમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ કોંગ્રેસ પ્રમુખ અજય કુમારનો સમાવેશ થાય છે.યોગી આદિત્યનાથ ગોરખપુર શહેર અને અજયકુમાર તમકુહી રાજ બેઠક પરથી ઉભા રહ્યાં છે.

આજે મતદાનનો સમય સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીનો હતો.છઠ્ઠા તબક્કામાં કુલ મતદારોની સંખ્યા 2.15 કરોડ હતી. હવે સાતમા અને અંતિમ તબક્કા હેઠળ 54 બેઠકો પર સાત માર્ચના રોજ મતદાન થશે.

ત્યારબાદ 10 માર્ચના રોજ ઉત્તર પ્રદેશ,પંજાબ,ઉત્તરાખંડ,ગોવા અને મણિપુર એમ કુલ પાંચ રાજ્યોની તમામ બેઠકોની મતગણતરી કરવામાં આવશે.આજે ઉત્તર પ્રદેશમાં જે 57 બેઠકો પર મતદાન થયું છે તે પૈકી ભાજપે 2017માં 46 બેઠક જીતી હતી.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર રાજ્યમાં આજનું મતદાન શાંતિથી પૂર્ણ થયું હતું.આજે સવારે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ,બેઝિક શિક્ષણ પ્રધાન સતિષ દ્વિવેદી,વિરોધ પક્ષના નેતા રામ ગોવિંદ ચૌધરી, સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના વડા ઓમ પ્રકાશ રાજભાર,પ્રધાન ઉપેન્દ્ર તિવારી અને પૂર્વ પ્રધાન નારદ રાવ સહિતના અગ્રણી નેતાઓએ પણ પોતાના મતાિધકારનો ઉપયોગ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટીએ યોગી આદિત્યનાથ સામે પૂર્વ ભાજપ નેતા સ્વર્ગસૃથ ઉપેન્દ્ર દત્ત શુક્લાના પત્નીને ઉભા રાખ્યા છે. આ દરમિયાન ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું છે કે આઠ જાન્યુઆરીએ જ્યારે વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ ત્યારથી લઇને અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશમાં કુલ 328 કરોડ રૂપિયાની રોકડ,દારૂ અને ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.

જો ચૂંટણીવાળા પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ,ઉત્તરાખંડ,મણિપુર,ગોવા અને પંજાબના કુલ આંકડા પર નજર કરીએ તો આ પાંચ રાજ્યોમાંથી અત્યાર સુધીમાં કુલ 1039 કરોડ રૂપિયાની રોકડ, દારૂ અને ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.

ડાંગના સુબિરમાં મંજૂર થયેલું પિકઅપ બસસ્ટેન્ડ ભ્રષ્ટાચારમાં ગાયબ
પંજાબના ગેંગસ્ટર જરનૈલ સિંહની અંધાધૂંધ ગોળીઓ ચલાવી હત્યા કરી દેવાઈ
ટી20માં દ્વિપક્ષીય મેચનું મહત્વ નથી, માત્ર વર્લ્ડ કપ જ રમોઃ શાસ્ત્રી
ગોજી ગામની 18 વર્ષીય યુવતીએ ઝેરી દવા પી મોત વ્હાલું કર્યું
મારો પુત્ર રાજધર્મ, હું રાષ્ટ્રધર્મ નિભાવીશઃ યશવંત સિંહા
Share This Article
Facebook Email Print
Previous Article પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી 28 કિલો ગાંજો જપ્ત
Next Article સરકાર તેનું કામ કરે છે, પુતિનને યુદ્ધ રોકવા આદેશ ન આપી શકીએ : સુપ્રીમ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up